- મંદિર પાસે વિરાસતી ગલીમાં 32 કલાકમાં બે વિસ્ફોટ
- બે વિસ્ફોટ થતા નેશનલ એન્જસી તપાસમાં જોડાઈ
- NIA અને NSG દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સની એક ટીમ અમૃતસરમાં સુવર્ણ મંદિરની નજીકના સ્થળની તપાસ કરી રહી છે જ્યાં ગઈકાલે શંકાસ્પદ બોમ્બ વિસ્ફોટની જાણ કરવામાં આવી હતી. શ્રી હરિમંદિર સાહિબથી 800 મીટરના અંતરે 24 કલાકની અંદર બે વિસ્ફોટ બાદ હેરિટેજ સ્ટ્રીટના દુકાનદારો અને વેપારીઓ ભયમાં છે. એટલું જ નહીં પ્રવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
NIA અને NSG દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
સુવર્ણ મંદિર પાસે હેરિટેજ સ્ટ્રીટમાં સોમવારે સવારે ફરી એક વખત બ્લાસ્ટ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે સોમવારે વિસ્ફોટ એ જ જગ્યાએ થયો હતો જ્યાં એક દિવસ પહેલા રવિવારે વિસ્ફોટ થયો હતો. સોમવાર સવારના કારણે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે થયેલા વિસ્ફોટના કારણે છ લોકો ઘાયલ થયા હતા.
ઘટના સ્થળ પર સીન રીક્રિએશન કરાયું
વિસ્ફોટન કારણે બારીઓના કાચ ઉડી અને વિખેરાયા હતા. અમૃતસરના પોલીસ કમિશનર નૌનિહાલ સિંહે કહ્યું હતું કે, "ઘટનાઓના તથ્યોની ચકાસણી કરવામાં આવી રહી છે અને ગભરાવાની જરૂર નથી." નાગરિકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા વિનંતી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કોઈપણ પોસ્ટ કે વીડિયો શેર કરતા પહેલા તથ્યો તપાસો.
તપાસ ટીમે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું
વિસ્ફોટોની તપાસ માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ સોમવારે રાત્રે અમૃતસર પહોંચી હતી. ટીમના સભ્યોએ તપાસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે NIAના અધિકારીઓએ ફોરેન્સિક વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ઘટનાસ્થળેથી એકત્ર કરાયેલા પુરાવાઓની માહિતી મેળવી.









