- એક્સ પર પોસ્ટ મૂકીને આપી જાણકારી
- ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી એકલે હાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડશે.
- ઓડિશાની તમામ લોકસભા-વિધાનસભા ચૂંટણી એકલે હાથે લડીશું : ભાજપ પ્રદેશ અધ્યક્ષ
ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી એકલે હાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડશે. આ પહેલાં રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે ભાજપ અને બીજૂ જનતા દળ ગઠબંધન સાધીને ચૂંટણી લડી શકે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે જણાવ્યું છે કે રાજ્યની 21 લોકસભા બેઠક અને 147 વિધાનસભા બેઠકો પર ભાજપ એકલે હાથે ચૂંટણી લડશે. આ સાથે જ ગઠબંધનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. ભાજપે હવે રાજ્યમાં એકલે હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે એક્સ પર લખ્યું છે કે ઓડિશાની બીજૂ જનતા દળ પાર્ટી વીતેલા 10 વર્ષથી કેન્દ્ર સરકારને મહત્વના રાષ્ટ્રીય પ્રસંગે સમર્થન આપતી આવી છે. અમે તે બદલ તે પક્ષનો આભાર માનીએ છીએ. વિકસિત ભારત અને વિકસિત ઓડિશા બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી આ વખતે લોકસભાની તમામ 21 બેઠકો અને વિધાનસભાની તમામ 147 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે.










