- મહુઆને લઈને રિપોર્ટ્સ મીડિયામાં લીક થવા મામલે કેન્દ્ર સરકારને ઘેરી
- ઓલ પાર્ટી મિટિંગમાં 23 પક્ષોના 30 નેતાઓએ હાજરી આપી હતી
- સત્રમાં નિયમો અને પ્રોસેસનું પાલન કરીને સાર્થક ચર્ચા કરે: પ્રહલાદ જોશી
સંસદનું શિયાળુ સત્ર આગામી 4 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. સત્ર શરૂ થતાં પહેલા સત્રના એજન્ડા પર ચર્ચા કરવા માટે આજે મોદી સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી જણાવ્યું હતું કે શિયાળુ સત્રમાં કુલ 15 બેઠકો યોજાશે. અમે આજે ઓલ પાર્ટી મિટિંગ બોલાવી, જેમાં 23 પક્ષોના 30 નેતાઓએ હાજરી આપી હતી. શૂન્યકાલ નિયમિત રીતે થતો આવ્યો છે. અમે તમામ પક્ષોને વિનંતી કરી છે કે તેઓ સત્રમાં મુદ્દાઓ પર સાર્થક ચર્ચા કરે, તેના માટે માહોલ જાળવી રાખે. ચર્ચાઓ નિયમો અને પ્રોસેસનું પાલન કરીને થવી જોઈએ. સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
TMC સાંસદોએ ઓલ પાર્ટી મિટિંગને ગણાવ્યો ટાઈમ પાસ










