આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં શુક્રવારે સરકારી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના ચિત્તૂર જિલ્લાના મોગીલી ઘાટ નજીક ચિત્તૂર-બેંગલુરુ હાઈવે પર બની હતી, જ્યારે તિરુપતિથી બેંગલુરુ જઈ રહેલી આંધ્રપ્રદેશ રાજ્ય સરકારની બસ એક ટ્રક સાથે અથડાઈ હતી.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સંવેદના વ્યક્ત કરી
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમને મદદ પૂરી પાડવાનું વચન આપ્યું. નાયડુએ ઘટનાની સમીક્ષા કરી અને અધિકારીઓ પાસેથી રાહતના પગલાં અને પીડિતોને આપવામાં આવતી તબીબી સહાય વિશે માહિતી લીધી.
ચિત્તૂરમાં બસ અને ટ્રક વચ્ચે અથડામણ
આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં એક ઝડપભેર બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થયા
એક ન્યૂઝ એજન્સી સાથે કરતા પોલીસે જણાવ્યું કે, શુક્રવારે બેંગલુરુ જઈ રહેલી APSRTC બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં 8 લોકોના મોત થયા હતા. આ અકસ્માત ચિત્તૂર જિલ્લાના પલામાનેરુ મંડલ પાસે મોગીલી ઘાટ રોડ પર થયો હતો, જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડિવાઈડર ઓળંગીને બસ સાથે અથડાઈ હતી.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે 8 મૃતદેહોની ઓળખ કરી લીધી છે અને અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેમજ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મૃતકો અને ઘાયલોના પરિવારજનોને આપવામાં આવી છે. સાથે જ પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.