• ત્રણ જુદા જુદા કેસને લઈને કરાઇ છે ચંદ્રબાબુ નાયડુની ધરપકડ

  • 371 કરોડના કૌશલ્ય વિકાસ કૌભાંડમાં ધરપકડ કરાઇ
  • રાજ્યની સીઆઇડીએ પૂર્વ મુખ્યમંત્રી પર લગાવ્યા ગંભીર આરોપ

આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ તરફથી એકવાર ફરી પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને ઝટકો લાગ્યો છે. નાયડુ દ્વારા જુદા જુદા કેસોમાં દાખલ ત્રણ જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

શું છે મામલો?

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા ચંદ્રબાબુ નાયડુની રૂ. 371 કરોડના કૌશલ્ય વિકાસ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ 9 સપ્ટેમ્બરે સવારે લગભગ 6 વાગ્યે જ્ઞાનપુરમ બસમાંથી તેમની ધરપકડ કરી હતી. CIDનો દાવો છે કે નાયડુના નેતૃત્વમાં શેલ કંપનીઓ દ્વારા સરકારી નાણાં ખાનગી સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

નાયડુએ શુક્રવારે નંદયાલ જિલ્લાના બનગનપલ્લીમાં જાહેર સભા કરી હતી. ત્યારબાદ તેઓ બસમાં આરામ કરી રહ્યા હતા. શનિવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ સીઆઈડી તેમની ધરપકડ કરવા પહોંચી હતી, પરંતુ પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ વાહનને ઘેરી લીધું હતું. જેના કારણે CIDને તેમની ધરપકડ કરવામાં ભારે મહેનત કરવી પડી હતી.


  • Follow us on: