આંધ્રપ્રદેશમાં આવેલ પૂરના કારણે રાજ્યના અનેક જિલ્લા પ્રભાવિત થયા છે. રાજ્ય સરકાર આ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. પૂરના કારણે સામાન્ય જનજીવનને ખૂબ જ અસર થઈ છે. આ ઉપરાંત ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યના ઘણા જિલ્લાઓની સ્થિતિ જોવા માટે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. આજે શિવરાજ સિંહે કૃષ્ણા જિલ્લામાં થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. આ અવસરે તેમણે પૂર પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.


[[$googlead]]

ખેડૂતોને દરેક રીતે મદદ કરવામાં આવશે

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અમે આ પૂરથી થયેલા નુકસાનની જાણકારી મેળવી છે. ખેડૂતોનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. ડાંગર, કેળા, હળદર, બાગાયત અને શાકભાજીના પાક સહિતના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર અમે ખેડૂતોને જણાવવા આવ્યા છીએ કે રાજ્ય સરકાર સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે અને કેન્દ્ર સરકાર આ સમસ્યામાં સંપૂર્ણ સહકાર આપી રહી છે. અત્યારે અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ આપવામાં આવશે અને ત્યારબાદ સરકાર ખેડૂતોને ખાતર અને બિયારણ આપવા અંગે વિચારશે. ખેડૂતોને દરેક રીતે મદદ કરવામાં આવશે.

[[$alsoread]]

અગાઉની સરકાર પર પ્રહારો કર્યા

પૂરની સ્થિતિ પર અગાઉની સરકાર પર પ્રહાર કરતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અગાઉની સરકારની ભૂલોના ઘણા પરિણામો છે, જેમ કે બુડામેરુમાં બ્રિજ ગેરકાયદેસર ખનનને કારણે કમજોર થઈને તૂટી ગયો. આવી બાબતોને આપણે જોવી પડશે અને લાંબાગાળાનું આયોજન પણ કરવું પડશે. અગાઉની સરકારે વડાપ્રધાન મોદીની ઘણી યોજનાઓ લાગુ કરી નથી. પાક વીમા યોજનાનું પ્રિમિયમ ભરાયું નથી, ખેડૂતોને પાક વીમાનો લાભ મળી રહ્યો નથી.

મેં તેમની આંખોમાં પણ આંસુ જોયા છેઃ શિવરાજ સિંહ

શિવરાજ સિંહે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી ખૂબ જ સંવેદનશીલ છે અને રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ આ બાબતને લઈને ચિંતિત છે. મેં તેમની આંખોમાં પણ આંસુ જોયા છે. કોઈએ નિરાશ થવાની જરૂર નથી. અમે સાથે મળીને કામ કરીશું અને આ સંકટમાંથી બહાર આવીશું.

  • Follow us on: