- CBDT દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન 1 એપ્રિલથી અમલી ગણાશે
- સિંગાપુર, નેધરલેન્ડ અને મોરિશિયસથી કરવામાં આવતું રોકાણ માફીમાંથી બાકાત
- નાણાં મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે
દેશમાં સ્ટાર્ટ અપ્સને વેગ આપવા માટે કેન્દ્રનાં નાણાં મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. CBDTના નોટિફિકેશન મુજબ સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરનાર 21 દેશનાં NRI રોકાણકારોને એન્જલ ટેક્સમાં માફી આપવામાં આવી છે. આ 21 દેશોમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. જો કે ટેક્સ હેવન ગણાતા દેશો જેવા સિંગાપુર, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને મોરિશિયસમાંથી સ્ટાર્ટ અપ્સમાં કરવામાં આવનાર રોકાણને એન્જલ ટેક્સની માફીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.CBDTનું નોટિફિકેશન 1 એપ્રિલથી અમલી બનાવાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે બજેટમાં DPIIT માન્ય સ્ટાર્ટ અપ્સ સિવાય લિસ્ટિંગ કર્યા વિનાની પ્રાઈવેટ કંપનીઓ માટે આવતા વિદેશી રોકાણ પર એન્જલ ટેક્સ લાદવામાં આવ્યો છે. આ પછી સ્ટાર્ટ અપ્સ તેમજ વેન્ચર કેપિટલ ઉદ્યોગ દ્વારા કેટલાક વિદેશી રોકાણકારોને એન્જલ ટેક્સમાં માફી આપવાની માંગણી કરાઈ હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા 24મી મેનાં રોજ કેટલાક રોકાણકારોની યાદી જાહેર કરાઈ છે જેને એન્જલ ટેક્સની જોગવાઈ લાગૂ પડશે નહીં.










