- મીડિયા સામે બકવાસ કરવાને લઈને આપી ધમકી
- હું બાળકો માટે પાછી આવીશઃ અંજુ
- મારી મરજી, મને ગમશે તે કરીશઃ અંજુ
રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન પહોંચેલી અંજુ સતત ચર્ચામાં છે. અહીં જઈને તેણે ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો છે અને તે ફાતિમા બની છે. તે પ્રેમી નસરુલ્લાહની સાથે નિકાહ કરી ચૂકી છે અને હવે તેણે પાકિસ્તાનથી પતિ અરવિંદને ફોન કર્યો છે. જેમાં તે સતત અરવિંદને અપશબ્દો કહી રહી છે.
ફોન પર પતિને જાણો શું કહ્યું
હાલમાં અંજુએ ભારતમાં રહેતા પતિ અરવિંદને કોલ કર્યો. તેનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ઓડિયોમાં તેણે અરવિંદને અપશબ્દો કહ્યા છે, આ પછી બંને વચ્ચે ઘણી લાંબી વાતો થઈ. અંજુએ અરવિંદને કહ્યું કે તું મીડિયામાં શું-શું બકવાસ કરી રહ્યો છે, કંઈ પણ બોલ્યા કરે છે, તારા વિશે પણ કહે કે તું કેવો વ્યક્તિ છે, તુ મીડિયા સામે નાચી રહ્યો છે અને જવાબમાં અરવિંદ કહે છે કે તેં તો ત્યાં લગ્ન કરી લીધા છે, તું ફરી રહી છે. જેને લઈને અંજુએ કહ્યું કે મારી મરજી છે, હું ઈચ્છું એ કરીશ. હું બાળકો માટે પરત આવીશ.

ઈન્ટરવ્યૂમાં પણ કાઢ્યો ગુસ્સો
આ પહેલા એક કંપનીને આપેલા ઈન્ટરવ્યૂમાં અંજુએ મીડિયા પર ગુસ્સો કાઢ્યો હતો. તેણે કહ્યું હતું કે હું તો જોઈ રહી છું કે તમે લોકો મારા વિશે શું શું કહી રહ્યા છો. મને આવવા લાયક છોડી નથી. ત્યાં કોણ મારી ગેરેંટી લેશે, ન કોઈ સંબંધી અને ન તો બાળકો અપનાવશે તો હું ક્યાં જઈશ. અહીં મારા ઉપર કોઈ દબાણ નથી. સોશિયલ મીડિયા પર મારા વિશે જે કહેવાઈ રહ્યું છે તેની પર એક્શન લઈ શકું છું, હું હજુ પણ ભારતીય છું, હું બધાને બતાવી દઈશ કે હું શું કરી શકું છું.
પતિને ખોટું કહીને ગઈ પાકિસ્તાન
અંજુના લગ્ન અરવિંદ સાથે થયા હતા, જે રાજસ્થાનમાં રહે છે. તેમની 15 વર્ષની એક દીકરી છે અને 6 વર્ષનો દીકરો છે. અંજુએ પતિને ખોટું કહ્યું અને તે પાકિસ્તાન પહોંચી છે. અંજુએ પાકિસ્તાનથી વીડિયો શેર કરીને કહ્યું કે ત્યાં તે સુરક્ષિત છે અને વીઝા લઈને ગઈ છે. જલ્દી તે પરત આવશે.