- લગ્ન બાદ આ કપલે અંજૂ વેડ્ઝ નસરુલ્લા હેડિંગ સાથે એક વીડિયો પણ શેર કર્યો
- અંજૂએ નામ અને ધર્મ બદલીને નિકાહ કરી લીધા
- પાકિસ્તાની મીડિયા અનુસાર અંજૂએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે
રાજસ્થાનના ભિવાડીમાં પોતાના પતિ અને બે બાળકોને તરછોડીને ફેસબુક લવર નસરુલ્લાને મળવા માટે પાકિસ્તાન પહોંચેલી અંજૂએ નામ અને ધર્મ બદલીને નિકાહ કરી લીધા છે. અત્યાર સુધી મીડિયા સાથેની વાતચીતમાં અંજૂ અને નસરુલ્લા લગ્ન કર્યા હોવાનો ઇનકાર કરતાં હતાં પણ હવે સમાચાર આવ્યા છે કે બન્નેએ ખૈબર પખ્તુનખ્વાના અપર દીર જિલ્લાની કોર્ટમાં જઇને નિકાહ કરી લીધા છે. અંજૂ બુરખો પહેરીને નસરુલ્લા સાથે કોર્ટમાં જઇ રહી હોય તેવો એક વીડિયો પણ સામે આવ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર અંજૂએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે અને પોતાનું નામ પણ બદલીને ફાતિમા રાખી દીધું છે. લગ્ન બાદ આ કપલે અંજૂ વેડ્ઝ નસરુલ્લા હેડિંગ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં પહાડો પર અંજૂ નસરુલ્લા સાથે અલગ અલગ પોઝમાં દેખાય છે. અહેવાલો અનુસાર માત્ર મિત્રો હોવાની વાતો કરતાં આ કપલે નિકાહ કરી લીધા હોવાની અને અંજૂ હવે ભારત પરત આવવા માંગતી ન હોવાની માહિતી અચાનક સામે આવી છે.










