• ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મદદની ખાતરી આપી
  • સમગ્ર ઉત્તરાખંડના મદરેસામાં સંસ્કૃતનો અભ્યાસ કરાવાશે
  • મદરેસામાં પણ હવે NCRTનો કોર્ષ લાગુ કરી દેવામાં આવશે

ઉત્તરાખંડ વકફબોર્ડે સમગ્ર રાજ્યના મદરેસામાં સંસ્કૃત ભાષા ભણાવવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરાખંડ વકફબોર્ડના ચેરમેન શાદાબ શામ્સે આ અંગે વાત કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાળકો ધર્મના જ્ઞાનની સાથે સંસ્કૃત ભાષા શીખે તો એ એમના ભાવિ માટે સારૂ છે. તેમને પારંપરિક રીતે મદરેસામાં જે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. એમાંથી થોડું પરિવર્તન મળી રહેશે. ભાષાના શિક્ષણથી હાલના સમયના પડકારો છે એને સરળતાથી સમજી શકશે. હાલ તો પ્રાથમિક તબક્કે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામના પગલાંને ફોલો કરવામાં આવશે.

NCRTનો અભ્યાસક્રમ ફોલો કરશે

રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ખાતરી આપી છે કે, બાળકોની શિક્ષણની જરૂરિયાત પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. દેવભૂમિ ઉત્તરાખંડમાં સંસ્કૃત ભાષા અઘરી નથી, શું તેને શિક્ષણમાં સામેલ કરવી જોઈએ?આ અંગેનો જવાબ આપતા બોર્ડ ચેરમેને કહ્યું કે, બાળકોને દરેક ભાષા અને તેની સંસ્કૃતિનીનું જ્ઞાન હોવું જોઈએ. મદરેસામાં જે શિક્ષણ આપવામાં આવે છે એ કોઈ મર્યાદિત શિક્ષણ કોર્ષ નથી. મુસ્લિમ બાળકોનો હક છે તેઓ પણ દરેક વિષયનો અભ્યાસ કરે. ઈસ્લામિક સ્ટડીની સાથે ટેકનોલોજીનો પણ અભ્યાસ કરાવવા માટે હાલમાં એક કોર્ષ નક્કી કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડ વકફ બોર્ડે નક્કી કર્યું છે કે, હવે પછી બાળકો NCRTનો અભ્યાસક્રમ ફોલો કરશે.

https://twitter.com/ANINewsUP/status/1701780443157418072

વાલીઓને કોઈ વાંધો નથી

સમગ્ર ઉત્તરાખંડમાં કુલ 117 મદરેસા આવેલા છે. NCRTનો જે કોર્ષ છે એમાં સંસ્કૃત ભાષાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, અરેબિક અને સંસ્કૃત ભાષાનો પણ બાળકો અભ્યાસ કરશે. મુખ્યમંત્રી ધામીએ ખાતરી આપી છે કે, એમના આ પગલાંને લઈને જે કંઈ મદદની જરૂર પડશે તો રાજ્ય સરકારે એની પૂરતી મદદ કરશે. એ ખૂબ જ સારી બાબત છે કે, તેઓ અબ્દુલ કલામના રસ્તે ચાલી રહ્યા છે તો એ ખૂબ જ સારી વાત છે, અમે એમના આ પગલાંને ઘણી પોઝિટિવ રીતે લઈ રહ્યા છીએ. 40થી 50 એવા મદરેસા છે જેઓ મોર્ડન એજ્યુકેશન સિસ્ટમને ફોલો કરી રહ્યા છે. ભાષાને લઈને બાળકોના વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એમના બાળકો સંસ્કૃત ભણે એની સામે વાલીઓને પણ કોઈ વાંધો નથી.