• Apple આઇફોન હેકીંગ એલર્ટ મામલે રાજકારણ
  • વિપક્ષ સરકાર પર લગાવી રહી છે આરોપ
  • રવિશંકર પ્રસાદે કહ્યું આરોપ નહી FIR કરો APPLE સામે

Apple આઇફોન હેકીંગ એલર્ટ મામલે વિપક્ષે સરકારને ઘેર્યુ છે. સરકાર વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. તેવામાં ભાજપે વળતો જવાબ આપ્યો છે. ભાજપે આ તમામ આરોપોને ફર્ઝી અને પાયા વિહોણા ગણાવ્યા છે. ભાજપનું કહેવુ છે કે આ આરોપો પર એપલ સફાઇ આપે કારણ કે કથિતરૂપે તેમના તરફથી જ વિપક્ષી નેતાઓને એલર્ટના સંદેશ મોકલવામાં આવ્યા છે.

એફઆઇઆર કરાવી દો

[[$googlead]]

બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સરકાર પર આરોપો લગાવવાની જગ્યાએ આ લોકોએ એપલ સામે આ મુદ્દો ઉઠાવવો જોઇએ. એફઆઇઆર કરવી જોઇએ.

[[$alsoread]]

વિપક્ષે સ્ક્રીનશોટ કર્યા શેર

મહત્વનું છે કે વિપક્ષી નેતાઓએ મંગળવારે દાવો કર્યો હતો કે એપલનો એક સંદેશ મળ્યો છે. જેમાં એલર્ટ આપવામાં આવી છે કે સરકાર પ્રયોજિત હેકર્સ તેમના આઇફોનમાં છેડછાડ કરી રહ્યા છે. આ અંગે વિપક્ષી નેતાઓએ દાવાના પક્ષમાં સ્ક્રિન શોટ પણ શેર કર્યા છે.

Appleએ આપ્યો ખુલાસો

એપલે કહ્યું, 'સરકાર દ્વારા સમર્થિત હેકર્સની પાસે ખૂબ જ ખાસ ટેક્નોલોજી અને ફાયનાસિયલ બેકિંગ છે અને તેઓ દરેક વખતે ખૂબ જ ખાસ રીતે તેમનું કામ કરે છે. આવા હુમલાઓથી પોતાને બચાવવા માટે આપણે ઘણા ગુપ્તચર સંકેતો પર નિર્ભર રહેવું પડે છે. આ સંકેતો ક્યારેક અધૂરા હોય છે. આવી સ્થિતિમાં અમારા દ્વારા મોકલવામાં આવેલ એલર્ટ ફોલ્સ પણ હોઈ શકે છે. આમ કરીને આપણે ભવિષ્યમાં આવા પડકારો માટે પોતાને તૈયાર કરવા માંગીએ છીએ. આ વખતે અમે આ એલર્ટ કેમ મોકલ્યું છે તે શોધી રહ્યા છીએ.

સરકારે આપ્યા તપાસના આદેશ

આ સમગ્ર મામલે સરકારે કહ્યું છે કે તેણે તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે મંગળવારે એપલ હેકિંગ કેસની તપાસનો આદેશ આપ્યો હતો. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું કે કેટલાક સહકર્મીઓએ એપલ એલર્ટ વિશે મેસેજ આપ્યા છે. સરકારે તપાસના આદેશ આપ્યા છે. અશ્વિન વૈષ્ણવે કહ્યું, સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આપણા કેટલાક ટીકાકારો એવા છે જેઓ હંમેશા ખોટા આક્ષેપો કરતા રહે છે. તેઓ દેશની પ્રગતિ નથી ઈચ્છતા. એપલે 150 દેશોમાં એડવાઈઝરી જારી કરી છે. એપલે અનુમાનના આધારે મેસેજ મોકલ્યો છે. એપલે તેની સ્પષ્ટતા જાહેર કરી છે.


  • Follow us on: