- ભારતના અનેક નેતાઓને મળ્યું Apple તરફથી એલર્ટ
- State Sponsored Attackનું મળ્યું નોટિફિકેશન
- વિવાદ વધતાં હવે Appleએ ખુલાસો આપ્યો છે
Apple દ્વારા અનેક નેતાઓને મળેલી ચેતવણીને લઈને સવારથી જ વિવાદો ચાલી રહ્યા છે. તેમજ વિપક્ષે તેનો આરોપ પણ સરકાર પર લગાવ્યો છે. તે સાથે આ ચેતવણીના સ્ક્રિનશોર્ટ લઈને પોતાના સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યા હતા. હવે આ અંગે Appleએ ખુલાસો કર્યો છે.
Apple એ વિપક્ષી સાંસદોના ફોન પર જાસૂસી કરવાના આરોપો પર તેનું નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે, અમને ખબર નથી કે આ ચેતવણી કેવી રીતે જારી કરવામાં આવી છે, તે ફોલ્સ એલાર્મ હોઈ શકે છે. આજે એટલે કે મંગળવારે (31 ઑક્ટોબર 2023) જ્યારે આ મામલે વિવાદ વધ્યો ત્યારે તેમણે કહ્યું કે, Apple આ એલર્ટની જવાબદારી કોઈ ખાસ એજન્સી કે સરકાર સમર્થિત હેકર્સને આપતું નથી.
Appleએ આપ્યો ખુલાસો
એપલે કહ્યું, 'સરકાર દ્વારા સમર્થિત હેકર્સની પાસે ખૂબ જ ખાસ ટેક્નોલોજી અને ફાયનાસિયલ બેકિંગ છે અને તેઓ દરેક વખતે ખૂબ જ ખાસ રીતે તેમનું કામ કરે છે. આવા હુમલાઓથી પોતાને બચાવવા માટે આપણે ઘણા ગુપ્તચર સંકેતો પર નિર્ભર રહેવું પડે છે. આ સંકેતો ક્યારેક અધૂરા હોય છે. આવી સ્થિતિમાં અમારા દ્વારા મોકલવામાં આવેલ એલર્ટ ફોલ્સ પણ હોઈ શકે છે. આમ કરીને આપણે ભવિષ્યમાં આવા પડકારો માટે પોતાને તૈયાર કરવા માંગીએ છીએ. આ વખતે અમે આ એલર્ટ કેમ મોકલ્યું છે તે શોધી રહ્યા છીએ.
સરકારે આપ્યા તપાસના આદેશ
આ સમગ્ર મામલે સરકારે કહ્યું છે કે તેણે તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે મંગળવારે એપલ હેકિંગ કેસની તપાસનો આદેશ આપ્યો હતો. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું કે કેટલાક સહકર્મીઓએ એપલ એલર્ટ વિશે મેસેજ આપ્યા છે. સરકારે તપાસના આદેશ આપ્યા છે.
અશ્વિન વૈષ્ણવે કહ્યું, સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આપણા કેટલાક ટીકાકારો એવા છે જેઓ હંમેશા ખોટા આક્ષેપો કરતા રહે છે. તેઓ દેશની પ્રગતિ નથી ઈચ્છતા. એપલે 150 દેશોમાં એડવાઈઝરી જારી કરી છે. એપલે અનુમાનના આધારે મેસેજ મોકલ્યો છે. એપલે તેની સ્પષ્ટતા જાહેર કરી છે.