- આવતીકાલે 26 એપ્રિલ 2024ના મેયર - ડેપ્યુટી મેયરની ચૂંટમી મોકૂફ રાખવામાં આવી
- લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસને કોઈ પ્રિસાઈડિંગ ઓફિસરના નામનો પ્રસ્તાવ મળ્યો નથી
- જ્યાં સુધી મેયરની પસંદગી ન થાય ત્યાં સુધી વર્તમાન મેયર શૈલી ઓબેરોય કામગીર જોશે
રાજધાની દિલ્હીમાં આવતીકાલે એટલે કે 26મી એપ્રિલે યોજાનારી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે થનારી મેયરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. વાસ્તવમાં, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂકને લઈને વિવાદને કારણે રદ્દ કરવામાં આવી છે.
વર્તમાન મેયર શૈલી ઓબેરોય કામગીરી જોશે
સૂત્રોનું માનીએ તો મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક માટેની ભલામણ હાલ જેલમાં રહેલા મુખ્યમંત્રી દ્વારા મોકલવામાં આવી છે. આવી સ્થિતિમાં લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસને કોઈ પ્રિસાઇડિંગ ઓફિસરના નામનો પ્રસ્તાવ મળ્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંજોગોમાં ચૂંટણી સ્થગિત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જ્યાં સુધી મેયરની પસંદગી ન થાય ત્યાં સુધી વર્તમાન મેયર શૈલી ઓબેરોય કામગીરી જોશે.
પ્રિસાઇડિંગ ઓફિસરના નામવાળી ફાઇલ ચૂંટાયેલી સરકારને મળી નથી
આ મામલે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે આવતીકાલે દિલ્હીમાં મેયરની ચૂંટણી યોજાવાની છે, પરંતુ હજુ સુધી પ્રિસાઇડિંગ ઓફિસરના નામવાળી ફાઇલ ચૂંટાયેલી સરકારને મળી નથી. સૌરભ ભારદ્વાજનો આરોપ હતો કે મુખ્ય સચિવે તેમને બાયપાસ કરીને ફાઇલ સીધી લેફ્ટનન્ટ ગવર્નરને મોકલી હતી. સૌરભ ભારદ્વાજે મુખ્ય સચિવને એ પણ સમજાવવા કહ્યું હતું કે કઈ કાયદાકીય જોગવાઈઓ તેમને ચૂંટાયેલી સરકારને બાયપાસ કરવાનો અધિકાર આપે છે. તમને જણાવી દઈએ કે પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા જ કરવામાં આવે છે. જોકે નવા મેયરની ચૂંટણી અગાઉના મેયર કરાવે છે, પરંતુ આ માટે લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી જરૂરી છે.
આચારસંહિતાને કારણે મેયરની ચૂંટણી કરાવવામાં કોઈ પ્રતિબંધ નથી
આ પહેલા બુધવારે ચૂંટણી પંચે કહ્યું હતું કે ચૂંટણી આચારસંહિતાને કારણે મેયરની ચૂંટણી કરાવવામાં કોઈ પ્રતિબંધ નથી. આટલું જ નહીં ચૂંટણી પંચે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીને લઈને એનઓસી જારી કરી હતી. NOC લેવામાં આવ્યું કારણ કે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ છે, આવી સ્થિતિમાં MCD માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે ચૂંટણી પંચ પાસેથી NOC લેવું જરૂરી છે.
લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે મેયરની ચૂંટણી રદ કરી
તે જ સમયે, આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી દુર્ગેશ પાઠકે આરોપ લગાવ્યો કે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે 26 એપ્રિલે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની ચૂંટણી રદ કરી દીધી છે. ચૂંટણી પંચની પરવાનગી છતાં ભાજપે આ ચૂંટણી રદ કરાવી હતી. લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે ચૂંટણી રદ્દ કરી દીધી કે તે મુખ્યમંત્રીની સલાહ પર કામ કરે છે. ભૂતકાળમાં એવા દાખલા છે કે તેમણે મુખ્યમંત્રીની મદદ અને સલાહનું પાલન કર્યું નથી. તેમણે કહ્યું કે, બીજી ટર્મમાં મેયરનું પદ અનામત વર્ગના કાઉન્સિલર માટે અનામત છે.