- પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે બાળકોનો ઢાલના રૂપમાં ઉપયોગ
- કોર્ટે કહ્યું કે બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરવો તે શરમજનક છે
- પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ખેડૂત આંદોલનકારીઓને કહ્યું હતું કે આ યુદ્ધ જેવી સ્થિતિ છે
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે બાળકોનો ઢાલના રૂપમાં ઉપયોગ કરવાને મુદ્દે આંદોલનકારી ખેડૂત નેતાઓને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરવો તે શરમજનક છે. ન્યાયમૂર્તિ જી.એસ.સંઘવાલિયા અને ન્યાયમૂર્તિ લપીતા બેનરજીની ખંડપીઠે આંદોલનકારી ખેડૂતોને સવાલ પૂછયો કે શું તમે દિલ્હીમાં યુદ્ધ માટે જઇ રહ્યા છો? આ પ્રકારની તૈયારી કરવાની જરૂર શા માટે છે? નિર્દોષ લોકોને આગળ કરવા ઠીક નથી. તમારા નેતાઓને જેલમાં મોકલવા જોઇએ. બાળકોને ઢાલ બનાવીને દેખાવો કરવા તે યોગ્ય નથી. તમે જે કરી રહ્યા છો તે પંજાબની સંસ્કૃતિ નથી. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ખેડૂત આંદોલનકારીઓને કહ્યું હતું કે આ યુદ્ધ જેવી સ્થિતિ છે.
આંદોલનકારીઓએ આવી સ્થિતિ સર્જી છે. પછી કહો છો કે બાળકો અને મહિલા ઘાયલ થઇ ગયા. હરિયાણા સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે વિરોધ દેખાવોની તસવીરો કોર્ટમાં રજૂ કર્યા પછી કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી આપી હતી.










