- દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ
- રાઉઝ એવન્યુ કોર્ટથી અરવિંદ કેજરીવાલની CBIએ કરી ધરપકડ
- અરવિંદ કેજરીવાલની CBIએ કરી ધરપકડ
સીબીઆઈએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આજે સવારે તેને તિહાર જેલમાંથી રાઉઝ એવન્યુ કોર્ટ લઈ ગઈ હતી. કેજરીવાલને વેકેશન બેન્ચના જજ અમિતાભ રાવત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ કોર્ટ પાસે તેમની કસ્ટડીની માંગણી કરી હતી.
કેજરીવાલન અન્ય કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા ત્યારે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું- કેજરીવાલન અન્ય કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા ત્યારે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોઈ ઓર્ડર પસાર કરવામાં આવ્યો નથી અને અમને જાણ નથી.
કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરીએ કહ્યું ગંભીર ચિંતાનો વિષય છે
કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરીએ કહ્યું- જે રીતે આ કરવામાં આવ્યું છે તે ગંભીર ચિંતાનો વિષય છે અને તે બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ વિશે અમને મીડિયા દ્વારા જાણ થઈ. અમારી માંગ છે કે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી રિમાન્ડ અરજીની નકલ પણ અમને આપવામાં આવે.
CBIએ 24મીએ કોર્ટ સમક્ષ પૂછપરછ માટે અરજી દાખલ કરી હતી
કોર્ટે કહ્યું - અમે જે સમજીએ છીએ, તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી CBIએ 24મીએ કોર્ટ સમક્ષ પૂછપરછ માટે અરજી દાખલ કરી હતી. ત્યારબાદ એજન્સીએ ગઈકાલે પ્રોડક્શન વોરંટની પરવાનગી મેળવવા અને તેની ઔપચારિક ધરપકડ કરવા અરજી કરી હતી. હજુ સુધી તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી નથી.