• અરવિંદ કેજરીવાલની તિહાડ જેલમાંથી ધરપકડ થઈ શકે છે
  • CBIએ તિહાડ જેલમાં કરી પૂછપરછ
  • અરવિંદ કેજરીવાલ આવતીકાલે કોર્ટમાં થશે હાજર

સીબીઆઈ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તિહાડ જેલમાં પૂછપરછ કરવામાં આવી છે. ED કેસમાં સુપ્રીમ કોર્ટમાં તેમની અરજીની સુનાવણી પહેલા તેમની પૂછપરછ કરવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં તેમની સામેની જામીન અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં જ સીબીઆઈએ તિહાડ જેલમાં સીએમ કેજરીવાલની પૂછપરછ કરી છે. તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આવતીકાલે બુધવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એજન્સી તેની કસ્ટડી માંગશે.

[[$googlead]]

સંજય સિંહે લગાવ્યો આરોપ

[[$alsoread]]

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે સરકાર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. તેમણે કહ્યું કે સીબીઆઈએ તેમની સામે ખોટો કેસ બનાવ્યો છે.

  

ભાજપે રચ્યું ષડયંત્ર: સંજય સિંહ

આપ સાંસદ સંજય સિંહે કહ્યું, "અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની પૂરેપૂરી સંભાવના છે. આ પહેલા કેન્દ્રની ભાજપ સરકારે CBI સાથે મળીને કેજરીવાલજીની સામે ખોટો કેસ તૈયાર કરીને તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચ્યું છે." આ સિવાય સંજય સિંહે કહ્યું, "આખો દેશ ભાજપ અને કેન્દ્ર સરકારના અત્યાચાર અને અન્યાયને જોઈ રહ્યો છે. આખો દેશ અરવિંદ કેજરીવાલની સાથે ભાજપના સામે ઉભો છે અને સાથે મળીને અન્યાય સામે અવાજ ઉઠાવશે."

  • Follow us on: