• કેજરીવાલની સીબીઆઇએ કરી ધરપકડ
  • સીબીઆઇએ કહ્યું અમારી પાસે પુરાવા છે
  • મની લોન્ડ્રિંગ મામલે પુરાવા મળ્યા હોવાની વાત 

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ દિવસ જાય તેમ વધી રહી છે. કથિત લીકર પોલિસી અને મની લોન્ડ્રિંગ બાબતે દિલ્હી હાઇકોર્ટે જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો ત્યારે હવે આ મામલે સીબીઆઇ એક્શનમાં આવી છે. સીબીઆઇએ આ મામલે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. ત્યારે આવો જાણીએ સીબીઆઇએ કયા આધાર પર અરવિંદ કેજરીવાલની ધરકડ કરી.

કેજરીવાલની પૂછપરછ માટે માગી મંજૂરી
તપાસ એજન્સીએ કહ્યું કે અમને કેજરીવાલને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવાની મંજૂરી આપવી જોઈએ. કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરીએ મુખ્યમંત્રીની અટકાયતને ચિંતાજનક ગણાવી છે.

CBIએ કહ્યું અમારી પાસે પુરાવા છે
CBIએ કોર્ટને કહ્યું છે કે તેમની પાસે કેજરીવાલની ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા છે. સીબીઆઈના જણાવ્યા મુજબ, 16 માર્ચ, 2021 ના ​​રોજ એક દારૂના વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો કે કેજરીવાલ દારૂની નીતિને લઈને મળવા માંગે છે. કે કવિતા અને મગુન્થા રેડ્ડી 20 માર્ચે મળ્યા હતા. વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીના સંચાર પ્રભારી વિજય નાયરને બેઠકનું સંકલન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

લોકડાઉનમાં પણ ફાઇલ પહોંચાડી 
સીબીઆઈએ કહ્યું કે જ્યારે કોરોના રોગચાળો ચરમસીમા પર હતો, કોવિડ લોકડાઉન લાગુ હોવા છતાં, દક્ષિણથી એક ટીમ ખાનગી વિમાન દ્વારા દિલ્હી આવી હતી. બુચીબાબુએ વિજય નાયરને રિપોર્ટ આપ્યો અને પછી ફાઇલ સિસોદિયા પાસે પહોંચી.

100 કરોડ રોકડા અપાયા- સીબીઆઇ
સીબીઆઈએ કોર્ટ સમક્ષ કહ્યું કે અમારી પાસે ગોવા ટ્રેલ વિશે પૂરતા પુરાવા છે. કોણે કોને પૈસા આપ્યા તેના પુરાવા છે. સીબીઆઈએ ધરપકડના ગ્રાઉન્ડમાં એવું પણ કહ્યું છે કે ચૂંટણી માટે આપવામાં આવેલા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. સાઉથ ગ્રુપના કહેવા પર જ દારૂની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.સીબીઆઈએ કહ્યું કે સાઉથ ગ્રુપ દ્વારા 100 કરોડ રૂપિયા એડવાન્સ તરીકે આપવામાં આવ્યા હતા જેથી નફાનું માર્જિન 6 થી વધારીને 12 કરવામાં આવ્યું. તમામ રકમ રોકડમાં આપવામાં આવી છે. સીબીઆઈએ કહ્યું કે અમે લગભગ 44 કરોડ રૂપિયા શોધી શક્યા છીએ અને એ પણ જાણવામાં સફળ રહ્યા છીએ કે આ પૈસા ગોવા કેવી રીતે પહોંચ્યા અને તેનો ઉપયોગ કેવી રીતે થયો.

એલજી ઓફિસના સૂચનો પર ધ્યાન ન અપાયુ
અભિષેક બોઈનપલ્લીએ વિજય નાયર મારફતે મનીષ સિસોદિયાને રિપોર્ટ મોકલ્યો હતો. સિસોદિયાના સચિવ સી અરવિંદે રિપોર્ટ ટાઈપ કર્યો અને તે તેમની કેમ્પ ઓફિસ (CM)ને આપવામાં આવ્યો. જ્યારે આ રિપોર્ટ એલજી ઓફિસમાં ગયો ત્યારે તેના પર વિચાર કરવામાં આવ્યો અને 7 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા પરંતુ તેની ક્યારેય ચર્ચા કરવામાં આવી ન હતી. એલજી ઓફિસમાંથી એક માત્ર સૂચન આપ્યુ કે આ મંત્રીઓના સમૂહના માધ્યમથી મોકલવા જોઇએ અને તેની પર કોઇ વિચાર કરવામાં ન આવ્યો.

  • Follow us on: