દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ કથિત લીકર કૌભાંડ મામલે સીબીઆઇ કેસમાં જામીન મળતા જેલ મુક્ત થયા છે. આજે તેઓએ પાર્ટી કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તે દરમિયાન એવી માહિતી મળી છે કે તેઓ બે દિવસ પછી સીએમ પદેથી રાજીનામુ આપશે. અરવિંદ કેજરીવાલ સીએમ પદેથી રાજીનામુ આપશે.
તો કોણ હશે સીએમ ?
આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નવેમ્બરમાં ચૂંટણી કરાવવામાં આવે. મહારાષ્ટ્રની ચૂંટણી તુરંત કરાવવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે મારી જગ્યાએ આપમાંથી બીજુ કોઇ સીએમ બનશે. આ અંગે ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવાશે. દિલ્હીની જનતા કહેશે ત્યારે હું અને સિસોદિયા પદ સંભાળીશું તેમ સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું.
મહારાષ્ટ્રની સાથે ચૂંટણી થવી જોઇએ- કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો લગાવી છે, છેલ્લા 10 વર્ષમાં તેઓએ શરતો લાદવામાં કોઈ કસર છોડી નથી. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં ચૂંટણી છે પણ મારી માગ છે કે ચૂંટણી તાત્કાલિક યોજવી જોઈએ. નવેમ્બરમાં મહારાષ્ટ્રની સાથે ચૂંટણી થવી જોઈએ. નવા મુખ્યમંત્રીની ચૂંટણી આગામી 1-2 દિવસમાં થવી જોઈએ. મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું છે કે તેઓ ડેપ્યુટી સીએમ અને એજ્યુકેશન મિનિસ્ટરનો હોદ્દો પણ જનતાની કોર્ટ દ્વારા ચૂંટાયા બાદ જ સંભાળશે.
કેજરીવાલને મળ્યા છે આ શરતે જામીન
- સરકારી ફાઇલો પર હસ્તાક્ષ નહી કરી શકે
- કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં હાજર થવુ પડશે
- કેસને લઇને સાર્વજનિક ટિપ્પણી નહી કરી શકે
- કેજરીવાલ સીએમ ઓફિસ નહી જઇ શકે
- 10 લાખના બોન્ડ પર કેજરીવાલને મળ્યા જામીન
- સાક્ષીઓનો સંપર્ક કરી શકશે નહીં
[[$googlead]]
[[$alsoread]]









