- EDએ કેજરીવાલના જામીનનો કર્યો વિરોધ
- કેજરીવાલના જામીન વિરુદ્ધ ED પહોંચી HC
- દિલ્હી હાઇકોર્ટમાં EDએ જામીન અરજીને પડકારી
ઇડીએ અરવિંદ કેજરીવાલના જામીનના આદેશને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવી રહી છે. . જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિંદર ડુડેજાની બેંચ આ મામલે સુનાવણી કરશે. ઇડીએ જામીન રદ કરવાની અરજી દાખલ કરીને જલ્દી સુનાવણી કરવાની માંગ કરી છે. ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં સુધી હાઇકોર્ટમાં સુનાવણી પુરી ન થાય ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે.
નીચલી કોર્ટમાંથી મળ્યા હતા જામીન
હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા, જેની સામે EDએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
EDનું શું છે કહેવુ ?
ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે અમને નીચલી કોર્ટમાં કેસની દલીલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી.ASG રાજુએ કહ્યું કે લેખિત રજૂઆત કરવા માટે સમય ન આપવો બિલકુલ યોગ્ય નથી. વધુમાં કહ્યું કે અમારો કેસ ઘણો મજબૂત છે. સિંઘવીની હાજરી સામે વિરોધ દર્શાવ્યો હતો. EDએ તેના SLPમાં કહ્યું છે કે તપાસના મહત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર છે.









