• અરવિંદ કેજરીવાલની નિયમિન જામીન અરજી ટળી
  • વધુ સુનાવણી 19 જૂને હાથ ધરાશે
  • રાહતની માગ કરતી અરજીમાં બે પ્રમુખ માંગણીઓ

દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા સીએમ અરવિંદ કેજરીવાલની નિયમિત જામીન અરજી પરનો નિર્ણય હવે 19 જૂન સુધી ટાળી દેવામાં આવ્યો છે. આ અરજીની સુનાવણી આજે શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી. સુનાવણી દરમિયાન કેજરીવાલ દ્વારા રાહત સંબંધિત કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી, જેના પર તપાસ એજન્સીએ જવાબ આપવા માટે વધુ સમય માંગ્યો હતો. આના પર કોર્ટે સુનાવણી 19 જૂન પર મુલતવી રાખી છે.
કેજરીવાલે કોર્ટમાં બે મુખ્ય માંગણીઓ કરી
સુનાવણી દરમિયાન એન હરિહરન સીએમ કેજરીવાલ વતી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કોર્ટને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલે થોડી રાહતની માંગ કરતી અરજી દાખલ કરી છે. જેમાં મુખ્ય બે માંગણીઓ છે. પહેલુ કે ,અમે જેલ સત્તાવાળાઓને વિનંતી કરી રહ્યા છીએ કે સુનીતા કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેજરીવાલની મેડિકલ તપાસમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવે. બીજું, જ્યારે બોર્ડ બેસે ત્યારે અમે પણ અમારો અભિપ્રાય આપવા માંગીએ છીએ. કોર્ટે કેજરીવાલની આ માંગણીઓ પર જવાબ આપવા માટે સમય માગ્યો હતો.
કોર્ટે શું કહ્યું ?
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે, EDની નહીં. જો તેને કોઈ રાહતની જરૂર હોય તો તેમાં તમારી કોઈ ભૂમિકા નથી. આ અંગે EDએ કહ્યું કે અમે કહી રહ્યા છીએ કે જેલમાંથી રિપોર્ટ મંગાવવામાં આવે. જેલ અધિક્ષકને પૂછવું જોઈએ કે શું જેલ અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ કરવામાં કોઈ સમસ્યા છે? કોર્ટે EDને કહ્યું કે અમે જેલ પાસેથી જવાબ માંગીશું. પરંતુ આમાં તમારી કોઈ ભૂમિકા નથી.
જેલ સત્તાવાળા પાસે જવાબ માંગશે કોર્ટ
EDના વકીલે કોર્ટને જણાવ્યું કે કેજરીવાલ દ્વારા ખાવામાં આવતા ખોરાકને લઈને કેટલીક ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને કોર્ટે 22 એપ્રિલે મેડિકલ બોર્ડની રચના કરી હતી. આ વિનંતી તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવી ન હતી. તેથી, જો અમને સંક્ષિપ્ત જવાબ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવે તો કોઈ મોટી સમસ્યા ઊભી થશે નહીં. કોર્ટે કહ્યું કે અમે જેલ સત્તાવાળાઓ પાસેથી જવાબ માંગીશું. આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે. જામીન મામલે 19 જૂને સુનાવણી થશે.
19જૂન સુધી કેજરીવાલ જેલમાં
મહત્વનું છે કે મની લોન્ડ્રિંગ મામલે 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. વચ્ચે વચગાળાના જામીન આપ્યા બાજ કેજરીવાલ 2 જૂને સરેન્ડર થયા હતા. 5 જૂને કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો. ખ્યમંત્રીએ સ્વાસ્થ્યના કારણોસર 7 દિવસ માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ત્યાર બાદ 7 જૂને રાઉઝ એવન્યુ કોર્ટમાં નિયમિત જામીન અરજીની સુનાવણી દરમિયાન EDએ જામીન આપવાનો વિરોધ કર્યો હતો.

  • Follow us on: