• અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જેલમાં મોકલવામાં આવ્યા
  • 15 એપ્રિલ સુધી કેજરીવાલને મોકલાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં
  • લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ આરોપી

અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જેલમાં મોકલવામાં આવ્યા, EDએ કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી નહીં. અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. 15 એપ્રિલ સુધી કેજરીવાલને મોકલાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં. લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ આરોપી. 22 માર્ચથી EDના રિમાન્ડ પર હતા અરવિંદ કેજરીવાલ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને તિહાર જેલમાં રાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીએ મુખ્યમંત્રીની 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી, જેને રાઉઝ એવન્યુ કોર્ટે મંજૂર કરી હતી. 

તિહાર જેલમાં એક મીટિંગ યોજાઇ હતી 

[[$googlead]]

કેજરીવાલની કોર્ટમાં હાજરી પહેલા તિહાર જેલમાં એક મીટિંગ ચાલી રહી હતી અને કથિત રીતે એ પણ નક્કી કરવામાં આવી રહ્યું હતું કે તેમને તિહારની કઈ જેલમાં રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં તિહાર જેલમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આજે પણ 11 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક નક્કી કરવામાં આવી હતી. છેલ્લી મીટિંગમાં ચર્ચા થઈ હતી કે જો કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવે છે તો તેમને કયા જેલ નંબરમાં રાખી શકાય છે. તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા થઈ છે.

[[$alsoread]]

21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી 

અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને 28 માર્ચ સુધી તેમને પ્રથમ વખત ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં, જ્યારે કેન્દ્રીય એજન્સીએ ફરીથી કસ્ટડીની માંગ કરી, ત્યારે કોર્ટે તેની ED કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાવી.આજે હવે કોર્ટનો નિર્ણય આવ્યો છે કે અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં રખાશે.

 EDએ કોર્ટને કહ્યું કે જો જરૂર પડશે તો તે પછી રિમાન્ડ લેશે

અરવિંદ કેજરીવાલના રિમાન્ડ સોમવારે પૂરા થઈ રહ્યા હતા. EDએ તેને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. EDએ કોર્ટ પાસે સીએમ કેજરીવાલના રિમાન્ડ ન વધારવા અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં ન મોકલવાની માંગ કરી હતી. EDએ કોર્ટને કહ્યું કે જો જરૂર પડશે તો તે પછી રિમાન્ડ લેશે.

  • Follow us on: