- રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થઇ રહી હતી
- મુસ્લિમોને લીલા રંગ સાથે જોડવામાં આવે છે - અસદુદ્દીન ઓવૈસી
- આ મુદે AIMIM ચીફ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમોને લઇને નિવેદન આપ્યુ
આજે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહીમાં સતત અદાણીનો મુદ્દો ઉઠ્યો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થઇ રહી હતી. આ મુદે AIMIM ચીફ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમોને લઇને નિવેદન આપ્યુ હતુ.
જો હિંડનબર્ગ અહીં હોત તો UAPA લાદવામાં આવ્યું હોતઃ ઓવૈસી
લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચામાં ભાગ લેતી વખતે અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જો હિંડનબર્ગ અહીં હોત તો અહીં તેમના પર UAPA લાદવામાં આવ્યું હોત.
મુસ્લિમોને લીલા રંગ સાથે જોડવામાં આવે છે - અસદુદ્દીન ઓવૈસી
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચામાં ભાગ લેતા, AIMIM ચીફ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે જો હિંડનબર્ગ અહીં હોત તો અહીં તેમના પર UAPA લાદવામાં આવ્યું હોત. તેમણે કહ્યું કે મોદી સરકારે લઘુમતીઓના બજેટમાં ઘટાડો કર્યો. ચીનના મુદ્દા પર વાત કરવામાં આવતી નથી. તેમણે કહ્યું કે મોદી સરકાર મુસ્લિમોને લીલા રંગથી જોડે છે. શું તિરંગામાંથી લીલો રંગ કાઢી શકાય?