- એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ આઇપીએસ આનંદ મિશ્રા બક્સરથી અપક્ષ ચૂંટણી લડે છે
- હિમંતા બિસ્વાએ કહ્યું, આસામમાં તમારું ઘર છે, હું તમને આસામ લઈ જઈશ, ત્યાં રહો
- પોતાની કરિયર દરમિયાન આનંદ મિશ્રાએ 150 કરતાં વધારે એન્કાઉન્ટર કર્યાં છે
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા બિહારમાં એનડીએના ઉમેદવારો માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન જનસભાને સંબોધતાં બક્સરના ઉમેદવાર અને પૂર્વ આઇપીએસ આનંદ મિશ્રાને તેમણે અલ્ટિમેટમ આપી દીધું અને કહ્યું કે અહીંયાં ભાજપને ડિસ્ટર્બ ન કરો. ચૂંટણી પછી તમને ફરીથી આસામ લઈ જઈશ.
સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે ભાજપને મત આપવાનો છે, અને બાકી જે આનંદ મિશ્રા અહીં આવીને ફરી રહ્યા છે, ચૂંટણી પછી ફરીથી આસામ લઈ જઈશ. જે કરવું છે ત્યાં જ કરો, બિહાર આવીને ડિસ્ટર્બ ન કરો. આસામમાં હજુ પણ તમારું ઘર છે. હું તમને આસામમાં લઈ જઈશ. ત્યાં રહો, સુખી રહો, અહીં ભાજપને ડિસ્ટર્બ કરવા માટે બક્સરમાં ફર ફર ન કરો. મદરેસા ચલાવનારાના મત નથી જોઈતા.










