કરોડોના ઓનલાઇન ટ્રેડિંગ કૌભાંડમાં આસામની એસટીએફ પોલીસે અભિનેત્રી સુમી બોરા અને તેના ફોટોગ્રાફર પતિની ધરપકડ કરી છે.
પોલીસ બંનેને 10 દિવસથી શોધી રહી છે. ગુરુવારે સવારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ડીજીપી જી.પી.સિંહે જણાવ્યું કે કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી પતિ-પત્ની મેઘાલય અને નેપાળમાં સંતાતા રહ્યા હતા. દિબ્રુગઢથી બંનેની ધરપકડ થઈ હતી.ધરપકડ થઈ તે પહેલાં અભિનત્રીએ દાવો કર્યો હતો કે તેમની ફસામણી થઈ રહી છે. તેણે એમ પણ કહ્યું કે લૂકઆઉટ નોટિસ જારી થયા પછી ફરાર નહોતી થઈ, પરંતુ પુરાવા શોધવા છુપાયેલી હતી.
આ કેસમાં મુખ્ય આરોપી 22 વર્ષના વિશાલ ફૂકનની ધરપકડ થયા પછી દંપતી અને અન્ય ચારને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તે તમામ લોકો પોલીસ સમક્ષ હાજર નહોતા થતા. આખરે પોલીસે લૂકઆઉટ નોટિસ જારી કરી હતી. અભિનેત્રીએ કેટલીક સ્થાનિક ટીવી ચેનલ્સને વીડિયો મોકલીને દાવો કર્યો હતો કે તે આત્મ સમર્પણ કરશે અને પોલીસને તપાસમાં સહયોગ કરશે. જોકે 10 દિવસ સુધી પોલીસને હાથતાળી આપ્યા પછી પોલીસે તેની દિબ્રુગઢમાંથી ધરપકડ કરી લીધી હતી. કેસના મુખ્ય આરોપી અને કંપનીના મલિક ફૂકન અને મેન્જરની ગયા સપ્તાહે દિબ્રુગઢથી ધરપકડ કરી હતી. પોલીસે કેટલાય દિવસ સુધી બંનેને શોધવા પ્રયાસ કર્યા પછી પોલીસને સફળતા હાથ લાગી હતી. પોલીસનું કહેવું છે કે અભિનેત્રી અને તેનો પતિ મેઘાલય અને નેપાળમાં છુપાઈ ગયા હતા. કંપનીના માલિક વિશાલ ફૂકને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યા પછી આ કેસ સામે આવ્યો હતો. પોલીસે ગયા સપ્તાહે ફૂકન અને તેના મેનેજરની ધરપકડ કરી લીધી હતી. સીઆઇડી કેસની તપાસ કરી રહી છે.