- રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી
- 25 નવેમ્બરે યોજાશે મતદાન
- સીએમ હિમંતાએ કોંગ્રેસ સરકારને લીધી આડેહાથ
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને 25 નવેમ્બરે મતદાન થવા જઇ રહ્યુ છે. ભાજપ સહિત રાજકીય દિગ્ગજો જોર શોરથી પ્રચાર કરવામાં વ્યસ્ત બન્યા છે. પીએમ મોદી રાજસ્થાનમાં જનસભા સંબોધી તો બીજી તરફ સીએમ હિમંતા બિસ્વા પણ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
કોંગ્રેસમાં નકામુ કોણ તેની કોમ્પિટીશન- હિમંતા
ગુરુવારે તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. સીએમ ગેહલોત અને સચિન પાયલટને આડેહાથે લેતા જણાવ્યુ કે ગેહલોત કહે છે કે સચિન નકામો છે જ્યારે સચિન ગેહલોતને નકામા કહે છે. બંને વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે કે નકામો કોણ છે.તેમા અમારી કોઇ કમેન્ટ નથી. સાથે જ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 135 થી 145 સીટ પર જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ જશે ભાજપ આવશે- પીએમ મોદી
પીએમ મોદીએ સભા સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસે રાજસ્થાનને ગુનામાં નંબર વન બનાવ્યું જ્યારે ભાજપ રાજસ્થાનને રોકાણમાં અગ્રેસર બનાવશે. કોંગ્રેસ રાજસ્થાનને ભ્રષ્ટાચારમાં ટોચ પર લઈ ગઈ જ્યારે ભાજપ તમારા રાજ્યને ઉદ્યોગોમાં અગ્રેસર બનાવશે. કોંગ્રેસે રાજસ્થાનને પેપર લીકમાં અગ્રેસર બનાવ્યું, ભાજપ રાજસ્થાનને શિક્ષણ અને રમતગમતમાં અગ્રેસર બનાવશે. હવે 3જી ડિસેમ્બર દૂર નથી. કોંગ્રેસ જઇ રહ્યું છે અને ભાજપ આવી રહી છે.
રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર બંધ થશે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનમાં જે પણ સારું છે તેને આગળ લઈ જવામાં આવશે. ભ્રષ્ટાચાર માટેની ખુલ્લી બારી ચોક્કસપણે બંધ થશે. ગઈકાલે મેં રાજવી પરિવાર પર કેટલાક સવાલો ઉઠાવ્યા હતા, આવી ગોળી ચાલી અને નિશાને તીર વાગ્યું, અડધા કલાકમાં જ આખી કોંગ્રેસ હચમચી ગઈ. કોંગ્રેસના તમામ નેતાઓ દરેક ખૂણેથી બૂમો પાડવા લાગ્યા. મોદીએ એવી ગોળી ચલાવી છે કે કોંગ્રેસ માટે ઘાયલ થયા વિના ચાલવું મુશ્કેલ છે.









