• આસામમાં પૂરને કારણે ભયંકર સ્થિતિ
  • પૂરને કારણે પ્રજા ત્રાહિમામ
  • ભૂસ્ખલન થતા મંગળવારે 5 લોકોના મોત 

આસામમાં સતત વરસાદને કારણ સ્થિત તંગ બની છે. રાજ્યમાં પૂરને કારણે સ્થિતિ સતત ખરાબ બની રહી છે. અત્યાર સુધીમાં આસામના 19 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે. કેટલાક જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ,પુલો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટુ નુકસાન થયું છે.

[[$googlead]]

ભૂસ્ખલનની ઘટના

[[$alsoread]]

મહત્વનું છે કે પૂર્વોત્તર રાજ્યોમાં સતત ભારે વરસાદને કારણે આસામ આ દિવસોમાં પૂરની ઝપેટમાં છે. મંગળવારે કરીમગંજના બદરપુર વિસ્તારમાં ભૂસ્ખલનમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. પોલીસ-પ્રશાસને ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ રૈમૂન નેસા, શાહિદા ખાનુમ, ઝાહિદા ખાનુમ, હમીદા ખાનુમ અને નવાલિક મહેંદી હસન તરીકે થઈ હતી.

નદીઓ ભયજનક સપાટીએ

આસામમાં ભારે વરસાદેન કારણે કોપોલી અને બ્રહ્મપુત્રા નદી સહિત નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. પરિણામે પૂરની સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. 28 મેથી આસામમાં તોફાન, પૂર અને અન્ય કુદરતી આફતોના કારણે 26 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ જિલ્લાઓ પૂર પ્રભાવિત

કરીમગંજ જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો હોવાનું કહેવાય છે. બીજી તરફ ક્રામ્સ બિશ્વનાથ, લખીમપુર, હોજાઈ, બોંગાઈગાંવ, નલબારી, તામુલપુર, દરરંગ, ધેમાજી, ગોલપારા, હૈલાકાંડી, નાગાંવ, ચિરાંગ, કોકરાઝાર અને ઉદલગુરી જિલ્લાના લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

પૂરના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે

ASDMA દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 19 જિલ્લાઓમાં બે લાખથી વધુ લોકો પૂરની દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે. પૂરના કારણે ત્રણ હજાર હેક્ટરથી વધુ પાકને પણ નુકસાન થયું છે. જો કે રાજ્યના 19 જિલ્લાના અનેક ગામો જળમગ્ન થયા છે. ઘણા જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલનથી રસ્તાઓ, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે.


  • Follow us on: