- આસામના નાગાંવમાં પૂરની ભયંકર સ્થિતિ
- અનેક લોકો પૂરથી થયા છે પ્રભાવિત
- રાજ્યમાં પૂરને કારણે અત્યાર સુધી 84 લોકોના મોત
આસામમાં આ વર્ષે પૂરને કારણે ભયંકર સ્થિતિનું નિર્માણ થયુ છે. કાઝીરંગા નેશનલ પાર્ક સહિત 28 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે. 100 થી વધારે વન્યજીવોના મોત નીપજ્યા છે જ્યારે 84 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે વાત કરીએ નાગાંવની જ્યાં છેલ્લા 10 દિવસથી તંબૂમાં રહેવા લોકો મજબર થયા છે. કારણ કે બ્રહ્મપુત્ર નદીમાં પૂરના પાણીને કારણે તેઓના ઘર તણાઇ ગયા છે.
ઘરમાં પૂરનું પાણી ભરાયેલું છે- પૂર પ્રભાવિત
અહીંના રહેવાસીનું કહેવુ છે કે અમારા ઘરની અંદર હજુ પણ પૂરનું પાણી છે અને અમે ત્યાં જઈ શકતા નથી. જ્યારે પૂરનું પાણી અમારા ઘરમાં પ્રવેશ્યું ત્યારે અમે ઘરની કોઈપણ ચીજવસ્તુઓ બહાર કાઢી શક્યા નહીં. અમે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. અમને વહીવટીતંત્ર તરફથી કેટલીક ખાદ્ય સામગ્રી મળી છે. આ સ્થિતિમાં આપણે કોઈ કામ કરવા બહાર જઈ શકતા નથી. અમને ખબર નથી કે અમે શું કરીશું.
આવી સ્થિતિમાં કામ કરવા કેવી રીતે જવુ?- પૂર પ્રભાવિત
- પુરની સ્થિતિથી પીડિત પરિજનોને એક જ ચિંતા છે કે વરસાદ અને પૂરને કારણે કામ મેળવી શકતી નથી. આવી સ્થિતિમાં તેઓ બહાર જઈ શકતા નથી. વિસ્તારના ઘણા લોકો સમાન સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, કારણ કે તેમના ઘરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે અને તેઓ પાળા પર કામચલાઉ તંબુઓ બાંધીને રહેવા મજબૂર બન્યા છે.
- અન્ય એકએ જણાવ્યું કે અમારો પૂરમાં ઘરનો તમામ સામાન, કપડાં, બધું નાશ પામ્યું હતું. અમારો 15 સભ્યોનો પરિવાર છે અને અમે અત્યારે અહીં રહીએ છીએ. અહીં રહેનારા લોકોનો એક જ સવાલ છે કે તેઓ ક્યારે પોતાના ઘરે પરત ફરશે ? કારણ કે સમગ્ર વિસ્તાર પૂરમાં ડૂબી ગયો છે.
14.39 લાખ લોકો પુરથી પ્રભાવિત
નાગાંવ જિલ્લા અને રાજ્યના અન્ય ભાગોમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ લગભગ 14.39 લાખ લોકો હજુ પણ પ્રભાવિત છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, નાગાંવ જિલ્લામાં પૂરથી 20,612 બાળકો સહિત લગભગ 79,000 લોકો હજુ પણ પ્રભાવિત છે. મહત્વનું છે કે આસામમાં પુરને કારણે 184 ગામો ડૂબી ગયા હતા અને 18231.8 હેક્ટર પાક વિસ્તાર ડૂબી ગયો હતો. આ વર્ષે પૂરમાં રાજ્યભરમાં અત્યાર સુધીમાં 84 લોકોના જીવ ગયા છે.









