• આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું - મારા માટે જીવન અને મરણનો સવાલ છે

  • આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ એક ચિંતાનો વિષય છે : હિમંતા બિસ્વા સરમા
  • બાંગ્લાદેશથી આવીને વસેલા લઘુમતી સમુદાયના લોકોએ કોંગ્રેસને મત આપ્યો હતો

આસામની ડેમોગ્રાફીમાં થયેલા મોટા પરિવર્તન મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ મોટું નિવેદન આપ્યું છે. સરમાએ દાવો કર્યો છે કે આસામમાં મુસ્લિમ સમુદાયની વસતી ઝડપથી વધીને 40 ટકા થઇ ગઇ છે. સરમાએ બુધવારે ઝારખંડના પાટનગર રાંચી ખાતે કહ્યું હતું કે ઝડપથી બદલાઇ રહેલી ડેમોગ્રાફી મારા માટે એક મોટો મુદ્દો છે.

તેમણે જણાવ્યું હતું કે આજે આસામમાં મુસ્લિમ સમુદાયની વસતી વધીને 40 ટકા પર પહોંચી ગઇ છે. સરમાએ કહ્યું હતું કે બદલાઇ રહેલી ડેમોગ્રાફી મારા માટે મોટો મુદ્દો છે. આજે આસામની મુસ્લિમ સમુદાયની વસતી વધીને 40 ટકા પર પહોંચી ગઇ છે. 1951માં તો 12 ટકા હતી. આજે અમે ઘણાં જિલ્લા ગુમાવી ચૂક્યા છીએ. મારા માટે આ કોઇ રાજકીય મુદ્દો નથી. મારા માટે તે જીવન અને મરણનો સવાલ છે.

ઉલ્લેખનીય છે કે સરમાએ તાજેતરમાં જ કોઇ સમુદાયનું નામ લીધા વિના કરતા કહ્યું હતું કે એક વર્ગ ગુનાહિત ગતિવિધિઓ કરી રહ્યું છે. આ લોકો એક ખાસ ધર્મ સાથે સંબંધિત છે અને તે ચિંતાની વાત છે. આસામના સીએમ આટલે જ નહોતા અટક્યા હતા.. તેમણે વધુમાં ઉમેર્યુ હતં કે હું એમ નથી કહેતો કે એક જ ધર્મના લોકો આમ કરી રહ્યા છે. પરંતુ લોકસભા ચૂંટણી બાદની જે સ્થિતિ છે, તે ખૂબ જ ચિંતાજનક છે. આ પહેલા સરમાએ કહ્યું હતું કે બાંગ્લાદેશથી આવીને વસેલા લઘુમતી સમુદાયના લોકોએ કોંગ્રેસને મત આપ્યો હતો. આ લોકોએ ન તો કેન્દ્ર કે ન તો રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસના કાર્યક્રમો પર નજર જ નથી કરી.

આસામમાં બાંગ્લાદેશીઓ ગુનાખોરીમાં સામેલ

સરમાએ કહ્યું હતું કે આસામમાં બાંગ્લાદેશથી આવેલા લોકો જ ગુનાખોરીમાં સામેલ છે. સરમાએ કહ્યું હતું કે એક ધર્મના લોકો અમારી સરકાર વિરુદ્ધ રહ્યા છે. રાજ્યમાં આ ધર્મ સાથે જોડાયેલા લોકોની વસતી પણ ઝડપથી વધી રહી છે અને તેના કારણે ફરક પડયો છે. આ કોઇ રાજકીય હાર નથી કારણ કે એક ધર્મ સામે કોઇ ન લડી શકે. લોકસભા ચૂંટણીમાં ભાજપ અને આસામ ગણ પરિષદે 11 સીટ જીતી હતી જ્યારે રાજ્યની બાકીની 3 સીટ પર કોંગ્રેસની જીત થઇ હતી. પૂર્વોત્તર ભારતમાં આ વખતે ભાજપનું પ્રદર્શન ખરાબ થયું છે.

સરમા ઝારખંડ પ્રવાસે આવ્યા છે

આસામના સીએમ મંગળવારે રાંચી પ્રવાસે આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ઝારખંડમાં થોડા મહિના બાદ યોજાનારી ચૂંટણીમાં ભાજપ જીતશે અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર બનશે. હિંમંતા ઝારખંડ ભાજપના સહપ્રભારી છે. તેઓ છેલ્લા એક મહિનામાં ત્રીજી વાર ઝારખંડ આવ્યા છે. તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ સમાપ્ત થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં સારો દેખાવ કર્યો છે. વિધાનસભામાં અમે તેના કરતા પણ વધારે સારું પ્રદર્શન કરીને સારું પરિણામ પ્રાપ્ત કરીશુ.

વર્તમાન સરકાર બહાર થઇ જશે

હિમંતાએ કહ્યું હતું કે આ નિશ્ચિત છે કે રાજ્યની વર્તમાન સરકાર ચૂંટણી બાદ સત્તા બહાર થશે. આસામના સીએમએ કહ્યું હતું કે ઝારખંડ આવીને મારામાં ઊર્જાનો સંચાર થઇ જાય છે. હું અહીં વારંવાર આવવા ચાહીશ. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા રાજ્યમાં પાંચ જુલાઇથી અલગ-અલગ વિધાનસભા વિસ્તારોમાં બૂથ સ્તરના નેતાઓ-કાર્યકર્તાઓના અભિનંદનનો કાર્યક્રમ ચલાવાઇ રહ્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ બાબુલાલ મરાંડી, વિપક્ષના નેતા અમર કુમાર બાઉરી, કેન્દ્રીય પ્રધાન અન્નપૂર્ણા દેવી, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા સહિત પાર્ટીના સાંસદ-ધારાસભ્યો આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે.

  • Follow us on: