• 4 રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણાનું પરિણામ 
  • મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે આવશે
  •  આ વર્ષે, મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી

લોકસભા પહેલા આજે 4 રાજ્યોનું ચૂંટણી પરિણામ છે. 4 રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણાનું પરિણામ આવ્યુ છે. તો મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે એટલે કે 4 ડિસેમ્બરે આવશે. આ વર્ષે, મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી, જેને 2024ની લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. જો કે, ભારતના ચૂંટણી પંચે મિઝોરમ માટે મત ગણતરીની તારીખમાં સુધારો કર્યો છે, જ્યાં મતદાન 7 નવેમ્બરના રોજ થયું હતું. જ્યારે મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થયું હતું. રાજસ્થાન અને તેલંગાણામાં અનુક્રમે 25 નવેમ્બર અને 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે મતદાન થયું હતું. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 16 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું હતું. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે, જ્યારે મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે.

રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશી હારી ગયા

[[$googlead]]

કોંગ્રેસના નેતા અને રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશી નાથદ્વારા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. આ હાર બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, 'હું નાથદ્વારાના લોકોનો નિર્ણય સ્વીકારું છું. હું કાર્યકર્તાઓ અને સહકાર્યકરોનો આભાર માનું છું જેમણે સમગ્ર ચૂંટણી દરમિયાન મને સમર્થન આપ્યું. હંમેશની જેમ હું નાથદ્વારાના લોકોના હિતનું સમર્થન કરતો રહીશ. ભાજપના ઉમેદવાર વિશ્વરાજ સિંહ જીને તેમની જીત બદલ હાર્દિક અભિનંદન. મને આશા છે કે તેઓ છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલી વિકાસની ગતિને આગામી 5 વર્ષમાં પણ ચાલુ રાખશે.

[[$alsoread]]

દિયા કુમારી વિદ્યાધર નગર સીટ પરથી જીત્યા

દિયા કુમારી રાજસ્થાનની વિદ્યાધર નગર સીટ પરથી જીત્યા છે. તેમને 158516 મત મળ્યા હતા.

 દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે નેતાઓ ઉમટી પડ્યા

ભાજપના નેતાઓ સ્મૃતિ ઈરાની, રવિશંકર પ્રસાદ અને અનિલ બલુની દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપે શાનદાર લીડ મેળવતા પહોંચ્યા હતા

કર્ણાટકના પૂર્વ સીએમ બસવરાજ બોમાઈ

બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ બસવરાજ બોમાઈ કહે છે, "અમે મધ્ય પ્રદેશમાં બે તૃતીયાંશ બહુમતી અને રાજસ્થાન અને છત્તીસગઢમાં સ્પષ્ટ બહુમતી સાથે જીતી રહ્યા છીએ. હું પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને અભિનંદન આપું છું. હું મધ્યપ્રદેશના લોકો અને મતદારોનો આભાર માનું છું. તેલંગાણામાં પણ અમે સારું પ્રદર્શન કર્યુ છે, અને મતની ટકાવારી વધી છે. તેથી તેલંગાણામાં ભાવિ પક્ષ ભાજપ છે."

'પહેલા દરેક ઘરમાં મોદી હતા, હવે દરેક મનમાં મોદી છે' એકનાથ શિંદે

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ કહ્યું, “પહેલાં ‘ઘર-ઘર મોદી’ હતું અને હવે ‘મન મન મેં મોદી’ છે…ભાજપ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવી રહી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ખોટા વચનો આપ્યા હતા...”

તેલંગાણાની એક બેઠકનું પરિણામ આવ્યું

તેલંગાણાની કુથબુલ્લાપુર સીટનું પરિણામ આવી ગયું છે. અહીં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના કે.પી. વિવેકાનંદ જીત્યા છે.

અકબરુદ્દીન ઓવૈસી ચૂંટણી જીત્યા

અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદના ચંદ્રયાનગુટ્ટા મતવિસ્તારમાંથી જીત્યા. તેલંગાણાના મુલુગ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર દાનસારી અનસૂયા સીથાક્કા જીત્યા છે. તેલંગાણા ચૂંટણી 2023માં કોંગ્રેસના ઉમેદવાર એ રેવન્ત રેડ્ડીએ કોડંગલ બેઠક પરથી જીત મેળવી.

વસુંધરા રાજે ઝાલરાપાટન સીટ પરથી જીત્યા

ઝાલરાપાટન વિધાનસભા બેઠક પરથી પૂર્વ સીએમ વસુંધરા રાજેએ કોંગ્રેસના ઉમેદવાર રામલાલ ચૌહાણને 53,193 મતોથી હરાવ્યા હતા.

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે મહિલા કાર્યકરોના આશીર્વાદ લીધા

ભોપાલ: મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પાર્ટીની મહિલા કાર્યકરોના આશીર્વાદ લીધા પાર્ટી રાજ્યમાં જંગી જીત તરફ આગળ વધી રહી છે.

રાજસ્થાનની વધુ એક બેઠકનું પરિણામ આવ્યું

વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં બે બેઠકોના પરિણામો આવી ગયા છે. આ બંને બેઠકો રાજસ્થાનની છે. જેમાં પિંડવાડા આબુ સીટનો સમાવેશ થાય છે. બીજેપી ઉમેદવાર સમરામ અહીંથી જીત્યા છે. તેઓ 13094 મતોથી જીત્યા હતા.

રાજ્યવર્ધન સિંહ રાઠોડ ચૂંટણી જીત્યા

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજ્યવર્ધન સિંહ રાઠોડ રાજસ્થાનની જોતવાડા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. રાજસ્થાનમાં અત્યાર સુધીના રૂઝાન પ્રમાણે ભાજપ 111 સીટો પર, કોંગ્રેસ 72 અને અન્ય 16 સીટો પર આગળ છે.

તેલંગાણામાં કોંગ્રેસના કાર્યકરોએ નારા લગાવ્યા

તેલંગાણામાં કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યના પક્ષ પ્રમુખ રેવન્ત રેડ્ડીના સમર્થનમાં 'CM-CM' ના નારા લગાવ્યા, જ્યારે તેઓ હૈદરાબાદમાં પાર્ટી કાર્યાલય પર પહોંચ્યા. રાજ્યની કુલ 119 બેઠકોમાંથી કોંગ્રેસ 65 પર આગળ છે, જ્યારે સત્તાધારી BRS 39 બેઠકો પર આગળ છે.

ભાજપના સમર્થકો અને કાર્યકરોમાં અનોખો ઉત્સાહ

ભાજપના સમર્થકો અને કાર્યકરો મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્ત્વમાં લીડ થવાથી ભોપાલમાં ઊજવણી કરી રહ્યા છે

કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના નેતા પીયૂષ ગોયલ

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બીજેપીની લીડ અંગે કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના નેતા પીયૂષ ગોયલ કહે છે, "...ચાર રાજ્યની ચૂંટણીમા લોકોએ વડાપ્રધાન મોદીને તેમના આશીર્વાદ આપ્યા છે. જો તમે તેને નજીકથી જુઓ તો, એક સામાન્ય જીત નથી. મધ્યપ્રદેશમાં ભાજપને ઐતિહાસિક લીડ મળી. રાજસ્થાનમાં તમામ રૂઝાનોમાં પાછળ રહી ગયા અને ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે જીત મેળવી. તેલંગાણામાં, છેલ્લી વખત ભાજપે માત્ર એક સીટ જીતી હતી. પરંતુ ત્યાંથી બે આંકડામાં જવાથી સ્પષ્ટ થાય છે કે પીએમ મોદીમાં લોકોનો વિશ્વાસ દિવસેને દિવસે વધી રહ્યો છે..."

દિલ્હીમાં પાર્ટીના કાર્યાલયમાં ઉજવણી

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણીમાં લીડ કરતા ભાજપના કાર્યકરો દિલ્હીમાં પાર્ટીના કાર્યાલયમાં ઉજવણી કરી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણીનું પ્રથમ પરિણામ આવ્યું

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પ્રથમ પરિણામ આવી ગયુ છે. જેમાં ભારત આદિવાસી પાર્ટીના રાજકુમાર રોટેએ જીત મેળવી છે. તેઓ રાજસ્થાનની ચોર્યાસી બેઠક પરથી ઉમેદવાર હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીના સુશીલ કટારા અને કોંગ્રેસના તારાચંદ ભગોરાને હરાવ્યા છે. રાજકુમાર રોટ લગભગ 70 હજાર મતોથી જીત્યા.

તેલંગણામાં કોંગ્રેસ પ્રમુખનો રોડ શો

કોંગ્રેસ પ્રમુખ રાવનાથ રેડ્ડી હૈદરાબાદમાં રોડ શો કરી રહ્યા છે કારણ કે પાર્ટી રાજ્યમાં લીડ પર છે આથી ખુશીનો માહોલ છે

રાજસ્થાનમાં ભાજપ કોને બનાવી શકે સીએમ?

રાજસ્થાનમાં ભાજપ બમ્પર સીટો સાથે સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. ભાજપ હાલમાં 160 સીટો પર આગળ છે. આ દરમિયાન મુખ્યમંત્રીના ચહેરાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ચર્ચામાં કેટલાક નામો મુખ્ય છે. પ્રથમ નામ વસુંધરા રાજેનું છે જેઓ બે વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ યાદીમાં દિયા કુમારી પણ છે. આ યાદીમાં ભૂપેન્દ્ર યાદવ (કેન્દ્રીય મંત્રી), ઓમ બિરલા (લોકસભા અધ્યક્ષ), ગજેન્દ્ર સિંહ શેખાવત (કેન્દ્રીય મંત્રી), અશ્વિની વૈષ્ણવ (રેલ મંત્રી), સાંસદ બાલકનાથના નામની ચર્ચા છે.

કેન્દ્રીય મંત્રી ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા

એમપી ચૂંટણીના પરિણામો પર, કેન્દ્રીય મંત્રી અને ભોપાલમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા કહે છે કે "કોંગ્રેસ લાડુ તૈયાર કરી રહી હતી અને અભિનંદન પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જ્યારે અમે શાંતિથી અમારું કામ કરી રહ્યા હતા... લાડલી બેહના યોજના ગેમ ચેન્જર છે અને તેનો સંપૂર્ણ શ્રેય તે શિવરાજ સિંહ ચૌહાણને જાય છે."

કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજસ્થાન પ્રભારી પ્રહલાદ જોશી

કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજસ્થાન પ્રભારી પ્રહલાદ જોશી કહે છે, "લોકોએ ભાજપ, સકારાત્મક પ્રતિબદ્ધતા અને પીએમ મોદીના નેતૃત્વને મત આપ્યો છે... લોકોએ કોંગ્રેસને નકારી કાઢી છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા ખોટા વચનો આપતી રહી છે, લોકોએ કર્ણાટક, હિમાચલમાં જોયું છે. તેથી જ તેમને રિજેક્ટ કરવામાં આવ્યા છે... હું ખૂબ જ ખુશ છું, અમે રાજસ્થાનમાં ઓછામાં ઓછી 124 (સીટો) પાર કરીશું..."

 યુપીના ડેપ્યુટી સીએમ અને પાર્ટીના નેતા કેશવ પ્રસાદ મૌર્ય

યુપીના ડેપ્યુટી સીએમ અને પાર્ટીના નેતા કેશવ પ્રસાદ મૌર્ય કહે છે, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની આગેવાની હોવાથી, આજે આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ - ભારત કે મન મેં મોદી હૈ ઔર મોદી કે મન મેં ભારત. તે મધ્યપ્રદેશ હોય જ્યાં ભાજપ પહેલાથી જ શાસન કરી રહ્યું હતું અને ભવ્ય બહુમતી સાથે ફરી સત્તામાં આવી રહ્યું છે અથવા રાજસ્થાન અને છત્તીસગઢ કે જે ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધું છે - 'કમળ' ખીલવું એટલે સુશાસન અને વિકાસની ગેરંટી. લોકોનો કોંગ્રેસમાંથી વિશ્વાસ જતો રહ્યો છે. 

ભાજપના સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદી

વિધાનસભા ચૂંટણી 2023 પર, ભાજપના સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદી "દેશનું રાજકારણ મોદી આધારિત બની રહ્યું છે... દેશમાં એક જ ગેરંટી છે - મોદી કી ગેરંટી..."

મધ્ય પ્રદેશની VIP બેઠકો કોણ જીતી રહ્યું છે?

શિવરાજ સિંહ ચૌહાણ (CM) - બુધનીથી આગળ. નરોત્તમ મિશ્રા (ગૃહમંત્રી) - દતિયાથી પાછળ. વિશ્વાસ સારંગ (આરોગ્ય મંત્રી) - નરેલા પાછળ, કમલનાથ (પૂર્વ સીએમ) - છિંદવાડાથી આગળ, નરેન્દ્ર સિંહ તોમર (કેન્દ્રીય મંત્રી) - દિમાણીમાં આગળ, ફગ્ગન સિંહ કુલસ્તે (કેન્દ્રીય મંત્રી) - નિવાસની પાછળ, પ્રહલાદ પટેલ (કેન્દ્રીય મંત્રી) નરસિંહપુરથી આગળ, ગણેશ સિંહ (MP, સતના) - સતનાથી આગળ, રીતિ પાઠક (એમપી સિધી) - સિધીથી આગળ

મધ્યપ્રદેશ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અશ્વિની વૈષ્ણવ કહે છે, "મધ્યપ્રદેશમાં ભાજપની આ એક મોટી જીત છે. ભાજપ સરકારે કામ કર્યું છે, લોકોને ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ છે, પીએમ મોદીના નેતૃત્વ અને સીએમનું પ્રદર્શન. શિવરાજ સિંહ ચૌહાણ. હું બધાને અભિનંદન આપું છું."

ગ્વાલિયર જિલ્લામાં ભાજપ આગળ છે

ગ્વાલિયર જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર ભાજપ આગળ છે. ઇમરતી દેવી ડાબરાથી આગળ, નારાયણ સિંહ કુશવાહ ગ્વાલિયર દક્ષિણથી આગળ, માયા સિંહ ગ્વાલિયર પૂર્વથી આગળ, માયા સિંહ ગ્વાલિયર પૂર્વથી આગળ, મોહન સિંહ રાઠોડ ભીતરવારથી આગળ છે.

તેલંગણાનું પરિણામ-119

BRS-40

BJP-08

CON-64

OTH-07

મધ્યપ્રદેશનું પરિણામ-230

BJP-162

CON-66

OTH-02

રાજસ્થાનું પરિણામ-199

BJP-114

CON-70

OTH-15

છત્તીસગઢનું પરિણામ-90

BJP-54

CON-33

OTH-03

છત્તીસગઢની VIP સીટો પર કોણ આગળ?

પાટણ - ભૂપેશ બઘેલ (કોંગ્રેસ) પાછળ, વિજય બઘેલ (ભાજપ) આગળ. અંબિકાપુર - ટીએસ સિંહ દેવ (કોંગ્રેસ) આગળ, રાજેશ અગ્રવાલ (ભાજપ) પાછળ. રાજગઢ - પ્રકાશ નાયક (કોંગ્રેસ) પાછળ, ઓમપ્રકાશ ચૌધરી (ભાજપ) આગળ. લોર્મી - થાનેશ્વર સાહુ (કોંગ્રેસ) પાછળ, અરુણ સાઓ (ભાજપ) આગળ. રાયપુર સિટી સાઉથ - રામસુંદર દાસ (કોંગ્રેસ) પાછળ, બ્રજમોહન અગ્રવાલ (ભાજપ) આગળ. દુર્ગ ગ્રામીણ - તામ્રધ્વજ સાહુ (કોંગ્રેસ) પાછળ, લલિત ચંદ્રાકર (ભાજપ) આગળ.

રાજસ્થાનમાં ભાજપને પહેલી જીત મળી છે

રાજસ્થાનની ડુડુ વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. રૂઝાનો વચ્ચે રાજસ્થાનમાં ભાજપની આ પ્રથમ જીત છે.

તેલંગાણા સીએમ કેસીઆર પાછળ

તેલંગાણામાં કોંગ્રેસના પ્રમુખ રેવન્ત રેડ્ડી કોડંગલ મતવિસ્તારમાં આગળ છે. જ્યાં તેઓ BRS ચીફ અને મુખ્યમંત્રી KCR સામે ચૂંટણી લડી રહ્યા છે.

વસુંધરા રાજે લગભગ 13 હજાર મતોથી આગળ છે

રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે ઝાલરાપાટન સીટથી 13 હજાર વોટથી આગળ છે. આ ઉપરાંત બાંડીકુઈથી કોંગ્રેસના ગજરાજ ખટાણા 5671 મતોથી આગળ છે, ખાનપુરથી કોંગ્રેસના સુરેશ ગુર્જર 195 મતોથી આગળ છે.

PM મોદી આજે સાંજે પાર્ટી હેડક્વાર્ટરની મુલાકાત લેશે

તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના પરિણામો આજે જાહેર થશે. આ માટે મતગણતરી ચાલી રહી છે. રૂઝાન મુજબ ભાજપ ત્રણ રાજ્યોમાં આગળ છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયમાં પાર્ટીની જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કાર્યાલય પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

છત્તીસગઢમાં 7 મંત્રીઓ પાછળ

હાલમાં છત્તીસગઢ રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી છે. દરમિયાન, બઘેલના સાત મંત્રીઓ પાછળ છે- મંત્રી તામ્રધ્વજ સાહુ પાછળ, મંત્રી મોહન મરકમ પાછળ, મંત્રી કાવસી લખમા પાછળ, મંત્રી મોહમ્મદ અકબર પાછળ, મંત્રી અમરજીત ભગત પાછળ, મંત્રી રુદ્ર ગુરુ પાછળ મંત્રી અનિલ ભેડીયા પાછળ

છત્તીસગઢમાં ઉલટફેર

હવે છત્તીસગઢમાં પલટો આવ્યો છે. અહીં ભાજપે કોંગ્રેસને હરાવીને બહુમતીના આંકને સ્પર્શ કર્યો છે. આ સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર બને તેવું લાગી રહ્યું છે.

છત્તીસગઢમાં કોણ આગળ છે

કોંગ્રેસ છત્તીસગઢના અરંગ, રાયપુર પશ્ચિમ, શક્તિ, રાયપુર ગ્રામીણ, બિન્દ્રાનવાગઢમાં આગળ છે. જ્યારે બિલાસપુરમાં ભાજપ આગળ છે.

ચારેય રાજ્યોમાં ચિત્ર લગભગ સ્પષ્ટ છે

મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. રૂઝાન અનુસાર, એમપી-રાજસ્થાનમાં ભાજપને બહુમતી મળી છે. સાથે જ છત્તીસગઢ-તેલંગાણામાં કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે.

શિવરાજ સિંહે કહ્યું- જનતાના આશીર્વાદથી ભાજપ સરકાર બની રહી છે.

ચૂંટણી પંચની વેબસાઈટ ક્રેશ!

તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ આવવાના છે, જેના માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થઈ અને હવે ઈવીએમ મશીનના મતોની ગણતરી થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ચૂંટણી પંચની વેબસાઈટ અંગે ફરિયાદ કરી છે. લોકોએ પોસ્ટ કર્યું છે કે તેમના ફોન પર વેબસાઇટ ખુલતી નથી અને સવારે 9 વાગ્યા સુધી પણ અપડેટ્સ દેખાતા નથી.

રૂઝાનોમાં ભાજપના રમણ સિંહ આગળ

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છત્તીસગઢમાં પાછળ છે. જ્યારે ભાજપના રમણ સિંહ આગળ છે.

રૂઝાનોમાં તેલંગાણામાં કોંગ્રેસ આગળ

રૂઝાનો મુજબ કોંગ્રેસે તેલંગાણામાં બહુમતી હાંસલ કરી લીધી છે. પાર્ટી 64 સીટો પર આગળ ચાલી રહી છે. સત્તાધારી BRS 35 બેઠકો પર આગળ છે.

મધ્યપ્રદેશ રૂઝાનોમાં ભાજપને બહુમતી મળી

રૂઝાનો અનુસાર, ભાજપને એમપીમાં બહુમતી મળી છે. પાર્ટી 114 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 97 બેઠકો પર આગળ છે. બઘેલ સરકાર છત્તીસગઢમાં પુનરાગમન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી 46 સીટો પર આગળ ચાલી રહી છે. રાજસ્થાનમાં નજીકની સ્પર્ધા છે. ભાજપ 99 અને કોંગ્રેસ 95 પર આગળ છે.

 રૂઝાનોમાં રાજસ્થાનમાં ભાજપને પૂર્ણ બહુમતી

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના શરૂઆતના રૂઝાનો સામે આવવા લાગ્યા છે. રૂઝાનો અનુસાર, ભાજપે રાજસ્થાનમાં સંપૂર્ણ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપ બહુમતીની ખૂબ નજીક આવી ગયું છે. જ્યારે કોંગ્રેસ છત્તીસગઢમાં બહુમતીનો આંકડો પાર કરી ચૂકી છે અને તેલંગાણામાં બહુમતીની નજીક છે.

રાજસ્થાનમાં પોસ્ટલ બેલેટની મતગણતરી પૂરી થઈ

રાજસ્થાનની ઘણી વિધાનસભા બેઠકો પર પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ત્યાં ઈવીએમ ખોલવામાં આવ્યા છે. સરદારપુરા વિધાનસભા બેઠક પરથી અશોક ગેહલોત આગળ ચાલી રહ્યા છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશના રૂઝાનોમાં ભાજપ આગળ છે

રાજસ્થાનમાં 132 સીટો પર ભાજપ 73 અને કોંગ્રેસ 57 સીટો પર આગળ છે. છત્તીસગઢમાં 69 સીટો માટે રૂઝાનોમાં કોંગ્રેસ 40 સીટો પર અને ભાજપ 29 સીટો પર આગળ છે. મધ્યપ્રદેશમાં 142 સીટો માટે રૂઝાનોમાં ભાજપ 80 અને કોંગ્રેસ 62 સીટો પર આગળ છે.

ગોશામહાલ વિધાનસભા બેઠક પરથી ટી રાજા પાછળ

તેલંગાણાની ગોશામહલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ટી રાજા પાછળ ચાલી રહ્યા છે. ગજવેલ વિધાનસભા બેઠક પરથી સીએમ કેસીઆર આગળ ચાલી રહ્યા છે.

મધ્ય પ્રદેશમાં VIP બેઠકોની સ્થિતિ

શિવરાજ સિંહ ચૌહાણ (CM) - બુધનીથી આગળ. નરોત્તમ મિશ્રા (ગૃહમંત્રી) - દતિયાથી પાછળ, કમલનાથ (પૂર્વ સીએમ) - છિંદવાડાથી આગળ ચાલી રહ્યા છે

રાજસ્થાનમાં VIP બેઠકોની શું છે હાલત?

રાજસ્થાનની VIP બેઠકોની વાત કરીએ તો, સચિન પાયલટ, વસુંધરા રાજે અને રાજ્યવર્ધન રાઠોડ જોતવાડાથી આગળ છે.

શરૂઆતના રૂઝાનોમાં રાજસ્થાન અને એમપીમાં ભાજપ આગળ છે

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં ભાજપ 56 બેઠકો પર આગળ છે  મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 34 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 56 બેઠકો પર આગળ છે. જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ 28 અને ભાજપ 22 સીટો પર આગળ છે. રાજસ્થાનમાં ભાજપ 42 અને કોંગ્રેસ 33 બેઠકો પર આગળ છે. તેલંગાણામાં કોંગ્રેસ 25 બેઠકો પર અને BRS 15 બેઠકો પર આગળ છે.

ભોપાલમાં મધ્યપ્રદેશ ભાજપ વોર રૂમ ગણતરીના દિવસે પોસ્ટલ બેલેટ અને EVM પરિણામોના શરૂઆતના રૂઝાનો પર નજર રાખી રહ્યુ છે.


વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ

ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. EVM પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે.

4 રાજ્યોની 638 બેઠકોનું પરિણામ આજે જાહેર થશે

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા એમ 4 રાજ્યોની કુલ 638 બેઠકોનું પરિણામ આજે આવશે. હવે એ જોવાનું છે કે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનો જાદુ ચાલશે કે પછી રાજસ્થાનમાં મોદી મોજિકની જાદુઈ છડી ચાલી જશે ? મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર રચવાની તૈયારીઓ શરુ કરી છે તો સાથે જ છત્તીસગઢમાં ભૂપેશ બઘેલનું પુનરાવર્તન થશે કે અહીં પણ પરિવર્તન આવશે.

કોંગ્રેસે 2018માં એમપીમાં સૌથી વધુ બેઠકો કબજે કરી હતી.

મધ્યપ્રદેશની 2018ની વિધાનસભાની ચૂંટણીમાં કાંટાની ટક્કર હતી. કોંગ્રેસે 230 વિધાનસભા બેઠકોમાંથી 114 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 109 બેઠકો મળી હતી.

679 બેઠકો માટે 8,054 ઉમેદવારો મેદાનમાં

આ વખતે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 679 બેઠકો માટે 8,054 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. પાંચ રાજ્યોમાં 23 દિવસનાં ગાળામાં 6 તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું હતું. આ પાંચેય રાજ્યો લોકસભામાં કુલ 73 સીટ ધરાવે છે જે પૈકી 66 સીટો હાલ ભાજપના હાથમાં છે જ્યારે 6 સીટો કોંગ્રેસને હવાલે છે. લોકસભાની એક સીટ મિઝો નેશનલ ફ્રન્ટના હાથમાં છે.


  • Follow us on: