- મધ્યપ્રદેશમાં જીત તરફ આગળ વધી રહ્યુ છે ભાજપ
- પાર્ટી કાર્યકરો કરી રહ્યા છે ઉજવણી
- સીએમ ચૌહાણના પત્ની ખુશીથી ઝૂમી ઉઠ્યા
મધ્યપ્રદેશમાં ભાજપ ફરી એકવાર સરકાર બનાવતી જોવા મળી રહી છે. જ્યારે રાજ્યમાં કોંગ્રેસનું સત્તામાં આવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 161 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસને 67 બેઠકો મળી રહી છે જ્યારે અન્યને બે બેઠકો મળી રહી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજેપી કાર્યકર્તાઓ દરેક જગ્યાએ ઉજવણી કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ કાર્યાલયમાં પણ નિરાશા જોવા મળી રહી છે.
સીએમની પત્ની કાર્યકરને ભેટી પડ્યા
સીએમ શિવરાજ સિંહ ચૌહાણના પત્ની સાધના ચૌહાણ રાજ્યની ચૂંટણીમાં પાર્ટીની લીડ થતા ઉત્સાહમાં જોવા મળ્યા. તેઓ જીત તરફ આગળ હોવાનું સાંભળતા જ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.પાર્ટીના મહિલા સમર્થકો અને કાર્યકરોને ભેટી પડ્યા હતા. આ દરમિયાન સીએમ ચૌહાણ પણ હાજર હતા.
પાર્ટી વર્કરને કર્યુ સંબોધન
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે પાર્ટી રાજ્યમાં પ્રચંડ જીત તરફ છે. અમે અમારી બધી ગેરંટી પૂરી કરીશું. તેમણે કહ્યું કે હું આ જીત આપણા લાડલીબહેનો અને પીએમ મોદીને સમર્પિત કરું છું. અમે મધ્યપ્રદેશને આગળ લઈ જઈશું.
મહિલા કાર્યકરોએ ગીત ગાયુ
મધ્યપ્રદેશમાં બીજેપીની જીતને લઇ પાર્ટીની મહિલા કાર્યકરો ખુશખુશાલ જોવા મળી હતી. . ભોપાલમાં બીજેપીની મહિલા કાર્યકરોએ સીએમ ચૌહાણ માટે ખાસ ગીત ગાયુ હતું. મહિલા કાર્યકરો પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ હરે રામ હરે ક્રિષ્નાનું ગીત ફૂલોં કા તારોં કા સબકા કેહના હૈ.. ગીત ગાયુ હતું. મહત્વનું છે કે સીએમ શિવરાજસિંહ લોકલાડીલુ નામ મામા તરીકે ઓળખાય છે. એમપી સરકારની લાડલી બહેન યોજનાથી તેઓ દરેક મહિલાઓ તથા કાર્યકરોમાં સીએમ માટે ખાસ લગાવ જોવા મળે છે.
MPમાં ભાજપ કેટલી સીટો પર આગળ?
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ ભાજપ રાજ્યમાં 161 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 67 સીટો પર આગળ છે. જ્યારે અન્ય બે બેઠકો પર લીડ ધરાવે છે.









