• વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ તડામાર
  • એક જ દિવસમાં પીએમ મોદીની બીજી સભા
  • મધ્યપ્રદેશના ખંડવામાં સભા સંબોધી રહ્યા છે

મિઝોરમ અને છત્તીસગઢમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ બંને રાજ્યોમાં 7 નવેમ્બરે મતદાન થવાનું છે. તો બીજી તરફ પીએમ મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. સિવનીના લખનાદોનમાં સભા સંબોધન બાદ તેઓ ખંડવામાં ચૂંટણી રેલીઓને સંબોધી રહ્યા છે. 

કોંગ્રેસની સરકાર ઝઘડવામાં વ્યસ્ત

[[$googlead]]

ખંડવામાં પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે જ્યાં કોંગ્રેસની ભ્રષ્ટ સરકાર બને છે ત્યાં કેવા હાલ હોય છે. તમે દેશભરમાં જુઓ. રાજસ્થાનમાં સાડા 4 વર્ષથી લોકો એકબીજાની કાપવા પર વ્યસ્ત છે. તો કર્ણાટકમાં સીએમને ખબર નથી કે તેઓ ક્યાં સુધી સીએમ રહેશે. અહીં તો હમણા હમણા જ ટિકિટની વહેંચણી થઇ છે પરંતુ તેમ છતાં પણ કપડા ફાડવાની સ્પર્ધા ચાલી રહી છે.

[[$alsoread]]

કોંગ્રેસ પોતાના નેતાઓના સ્વાર્થ પર ટકેલી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં એક નેતાને બીજા નેતા સાથે લડાવવામાં આવે છે જેથી તેઓ લડતા રહે અને દિલ્હી વાળા નામદાર પોતાની દુકાન ચલાવતા રહે. જ્યાં કોંગ્રેસ આવે છે, ત્યાં સત્તાનો ઘમંડ છે, લૂંટફાટ થાય છે. ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ, આના પર માફિયા શાસન ખીલે છે. કોંગ્રેસ જ પોતાના નેતાઓના સ્વાર્થ પર ટકેલી છે.


  • Follow us on: