• આ વિશેષ તપાસ ટીમમાં 3 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે
  • કમિટીમાં એડીસીપી ક્રાઈમ, એસીપી પણ સામેલ છે
  • મેડિકલ તપાસ માટે હોસ્પિટલ પહોંચેલા અતીક-અશરફની ગોળી મારીને હત્યા થઇ હતી

માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પ્રયાગરાજ પોલીસ કમિશનરે SITની રચના કરી છે. આ વિશેષ તપાસ ટીમમાં 3 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. કમિટીમાં એડીસીપી ક્રાઈમ, એસીપી પણ સામેલ છે. ગત શનિવારે રાત્રે મેડિકલ તપાસ માટે હોસ્પિટલ પહોંચેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ પોલીસ અને મીડિયાની હાજરીમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ ટીવી પર ચાલ્યો. કારણ કે તે સમયે અતીક અને અશરફ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

[[$googlead]]

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસ સુરક્ષામાં ગોળી મારીને હત્યા 

[[$alsoread]]

માફિયા-નેતા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસ સુરક્ષામાં ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના એક દિવસ પછી, રવિવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચનાની વિનંતી કરવામાં આવી હતી. એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરેલી અરજીમાં 2017થી ઉત્તર પ્રદેશમાં થયેલા 183 એન્કાઉન્ટરોની તપાસની પણ માંગ કરવામાં આવી છે.

 જસ્ટિસ અરવિંદ કુમાર ત્રિપાઠીની અધ્યક્ષતામાં કમિટીની રચના

માફિયા-નેતા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફના મૃતદેહ, જેમને શનિવારે પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, તેમને રવિવારે રાત્રે સ્થાનિક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે હત્યાની તપાસ માટે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર ત્રિપાઠી (II) ની અધ્યક્ષતામાં ન્યાયિક કમિશનની રચના કરી છે.

આ મામલામાં નોંધાયેલા રિપોર્ટમાં પોલીસે દાવો કર્યો છે કે ત્રણેય હુમલાખોરોએ તેમના કબૂલાતના નિવેદનમાં કહ્યું છે કે તેઓ અતીક અને અશરફ ગેંગને ખતમ કરીને રાજ્યમાં પોતાની ઓળખ બનાવવા માગતા હતા. જો કે, ત્રણેય આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.


  • Follow us on: