• યુપીના ઝાંસીમાં STF એન્કાઉન્ટરમાં અસદ માર્યો ગયો
  • પુત્રના એન્કાઉન્ટરના સમાચાર સાંભળીને અતીક રડવા લાગ્યો
  • UP STF ઉમેશ પાલ મર્ડર કેસ બાદથી અસદનો પીછો કરી રહી હતી

પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર અસદ ગુરુવારે ઝાંસીમાં એસટીએફની ગોળીનો શિકાર બન્યો હતો. UP STF એ એન્કાઉન્ટરમાં માત્ર માફિયા અતીક અહેમદના પુત્ર અસદને માર્યો જ નહીં, પરંતુ તેનો સાથી શૂટર મોહમ્મદ ગુલામ પણ આ કાર્યવાહીમાં માર્યો ગયો. યુપી પોલીસની આ કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વિધાનસભામાં 'મીટ્ટી મેં મિલા દેંગે...' કહેતા જોવા મળી રહ્યા છે.

ગુનેગારો સામેની કાર્યવાહી બાદ ફરી એકવાર ચર્ચામાં આવેલો સીએમ યોગીનો આ વીડિયો એક મહિના પહેલાનો છે જ્યારે સીએમએ યુપી વિધાનસભામાં કહ્યું હતું કે માફિયા ગમે તે હોય, સરકાર તેને મિટ્ટીમાં મિલાવવાનું કામ કરશે.


જેમાં સીએમ યોગી કહે છે કે, 'આ ગુનેગારો અને માફિયાઓ આખરે કોના દ્વારા ઉછેરવામાં આવ્યા છે? શું એ સાચું નથી કે જેની સામે એફઆઈઆર નોંધાઈ છે તેને સપા દ્વારા સાંસદ બનાવવામાં આવ્યા હતા? તમે ગુનેગારને પોસશો અને પછી તમે તમાશો બનાવો છો. અમે આ માફિયાઓને મિટ્ટીમાં મિલાવી દઇશું.



યુપી સીએમઓના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર બાદ સીએમ યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક કરી છે. સીએમએ યુપી એસટીએફની સાથે જ ડીજીપી, સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર અને સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી. મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે મુખ્યમંત્રીને એન્કાઉન્ટર અંગે માહિતી આપી હતી. આ સમગ્ર મામલે સીએમ સમક્ષ રિપોર્ટ મુકવામાં આવ્યો છે.



એવી માહિતી છે કે અતીક અહેમદનો પુત્ર અસદ અને શૂટર ગુલામ ઝાંસી જિલ્લાના પારીછા ડેમ પાસે છુપાયા હતા. આની જાણ થતાં જ STFએ તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ત્યારબાદ બંને બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા.

[[$googlead]]

[[$alsoread]]

  • Follow us on: