- જુમ્માની અલવિદા નમાજ બાદ રોજેદારોએ કર્યા સૂત્રોચ્ચાર
- અતીક અહેમદના સમર્થકોએ લગાવ્યા યોગી સરકાર પર આરોપ
- અતીક અહેમદ અને અશરફના મોતને શહાદત ગણાવી
બિહારના પટનામાં જુમ્માની અલવિદા નમાજ બાદ રોજેદારોએ ‘અતીક અહેમદ અમર રહો’ ના નારા લગાવ્યા હતા. આ મામલો પટના સ્ટેશન પાસે આવેલ જામા મસ્જિદ પાસેનો હોવાનું કહેવાઈ રહ્યું છે. અહી રોજેદાર અલવિદાની નમાજ પઢવા માટે પહોંચ્યા હતા. તેમાં અતીક અહેમદના સમર્થકો પણ હતા, જેમણે અતીક અહેમદ અને અશરફના મોતને શહાદત ગણાવી હતી. બંનેને આયોજનબદ્ધ રીતે મારવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે આ પહેલા મહારાષ્ટ્રના બીડમાં પણ બુધવારે કેટલાંક લોકોએ ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદના સમર્થનમાં પોસ્ટર્સ લગાવ્યા હતા. આ વિવાદિત પોસ્ટર અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ અને 4 લોકો સામે કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. પોસ્ટરમાં અતીક અને અશરફને શહીદ ગણાવ્યા હતા.
મહારાષ્ટ્રમાં પોસ્ટર્સ જોઈને ભડક્યા લોકો
ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના સમર્થનમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં માજલગાંવના ચોકમાં એક બેનર લગાવવામાં આવ્યું હતું. આ બેનરમાં અતીક અહેમદને શહીદ ગણાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યારે લોકોએ આ પોસ્ટર જોયું તો લોકોમાં રોષ ફાટી નીકળ્યો. ફરિયાદ કરવામાં આવી તો પોલીસે એક્શન લઈને સૌથી પહેલા બેનર હટાવી દીધું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસે 2 લોકોની ધરપકડ કરી હતી.









