દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર તેમની પદયાત્રા દરમિયાન હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો કે, ભાજપ દ્વારા મોકલવામાં આવેલા ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે.


AAP નેતા મનીષ સિસોદિયાએ આ હુમલાને અત્યંત નિંદનીય ગણાવ્યો

AAP નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલજી પર હુમલો અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે. સ્પષ્ટ છે કે ભાજપે તેના ગુંડાઓ દ્વારા આ હુમલો કરાવ્યો છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની રહેશે. અમે ડરતા નથી. આમ આદમી પાર્ટી પોતાના મિશન પર અડગ રહેશે.

ભાજપ કેજરીવાલને મારવા માંગે છેઃ સીએમ આતિશી

દિલ્હીના સીએમ આતિશીએ કહ્યું કે, આજે અરવિંદ કેજરીવાલ પર તેમની પદયાત્રા દરમિયાન ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો હતો. ભાજપે સૌથી પહેલા તેમને નકલી કેસમાં પકડ્યા. તે જેલમાં હતા અને તેને જેલમાં ઈન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું. જ્યારે તે કોર્ટમાં ગયા ત્યારે તેને ઇન્સ્યુલિન મળ્યું. ભાજપ અરવિંદ કેજરીવાલનું કામ રોકવા માંગે છે. ભાજપ કેજરીવાલને મારવા માગે છે.

AAPએ ભાજપ પર આરોપ લગાવ્યો

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, વિકાસપુરી પદયાત્રા દરમિયાન ભાજપ સાથે જોડાયેલા લોકોએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે ઈડી, સીબીઆઈ અને જેલથી પણ કામ નહોતું થયું ત્યારે હવે ભાજપના લોકો અરવિંદ કેજરીવાલ પર હુમલાઓ કરી રહ્યા છે. જો કેજરીવાલને કંઈ થશે તો તેના માટે સીધી રીતે ભાજપ જવાબદાર રહેશે.

સૌરભ ભારદ્વાજે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, જ્યારે અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં હતા ત્યારે તેમનું ઇન્સ્યુલિન બંધ કરવામાં આવ્યું હતું, તેમની કિડનીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, હવે આવો હુમલો કાયરતાપૂર્ણ છે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે તેને જનતાનો પ્રેમ મળી રહ્યો છે, તે સતત જનતાની વચ્ચે જઈ રહ્યો છે.

  • Follow us on: