અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પત્ની નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા અને ભાઈ અનુરાગની આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પત્ની નિકિતાની ગુરુગ્રામમાંથી જ્યારે માતા અને ભાઈની પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા અતુલે નિકિતા અને તેના પરિવાર પર ઉત્પીડન અને હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.


[[$googlead]]

શુક્રવારે બેંગલુરુ પોલીસે નિકિતા સિંઘાનિયાના જૌનપુર સ્થિત ઘર પર નોટિસ લગાવી હતી

[[$alsoread]]

શુક્રવારે બેંગલુરુ પોલીસે નિકિતા સિંઘાનિયાના જૌનપુર સ્થિત ઘર પર નોટિસ લગાવી હતી. નોટિસમાં 3 દિવસમાં નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે. નિકિતા સિંઘાનિયા, નિશા સિંઘાનિયા અને અનુરાગ સિંઘાનિયા વતી અલ્હાબાદ હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી દાખલ કરવામાં આવી છે.

અતુલે 23 પાનાની સુસાઈડ નોટ છોડી હતી

પત્ની અને સાસરિયાઓ પર ત્રાસ અને ન્યાય પ્રણાલીમાં ખામીઓનો આરોપ લગાવીને આત્મહત્યા કરનાર એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે દોઢ કલાકના વીડિયોની સાથે 23 પાનાની સુસાઈડ નોટ પણ છોડી હતી. જેમાં તેણે લગ્નની શરૂઆતથી લઈને તેની પત્ની સાથેના ઝઘડા સુધી, તેની સામેના દરેક કેસ અને તેને આત્મહત્યા તરફ ધકેલનારા દરેક મુદ્દાની વિગતવાર માહિતી આપી હતી. આત્મહત્યા કરતા પહેલા અતુલે તેની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા, પત્નીના ભાઈ અનુરાગ અને પત્નીના કાકા સુશીલ પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે, પત્ની નિકિતા સિંઘાનિયાએ તેના પતિ પર દહેજ ઉત્પીડન અને હત્યા સહિતના ઘણા કેસ દાખલ કર્યા છે.

પોલીસે નોટિસ ચોંટાડી હતી

નોંધનીય છે કે બેંગલુરુ પોલીસની એક ટીમ શુક્રવારે યુપીના જૌનપુર પહોંચી હતી જ્યાં પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, કાકા અને અન્ય લોકો રહે છે. જોકે, જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમને નિકિતાના ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું. કારણ કે, નિકિતાની માતા નિશા અને તેનો ભાઈ અનુરાગ એક દિવસ પહેલા જ ઘરને તાળું મારીને રાતના અંધારામાં ક્યાંક બહાર ગયા હતા. આવી સ્થિતિમાં પોલીસે ઘર પર નોટિસ ચોંટાડી હતી. નોટિસમાં લખવામાં આવ્યું હતું કે બેંગલુરુમાં નોંધાયેલા કેસમાં તમે તમારું નિવેદન નોંધી લો.

  • Follow us on: