• PM મોદીને ભેટમાં મળેલી વસ્તુઓની હરાજી
  • દિલ્હીના નેશનલ આર્ટ મ્યુઝિયમમાં પ્રદર્શન
  • PM મોદીને ભેટમાં મળેલી 912 વસ્તુઓની હરાજી

પીએમ મોદી જાહેર કાર્યક્રમમાં જાય કે પછી વિદેશની મુલાકાતે જાય. તેઓને દેશ વિદેશમાંથી અનેક ગિફ્ટ મળતી હોય છે. કોઇ પેઇન્ટિંગ આપે તો કોઇ મોન્યુમેન્ટ.ત્યારે સવાલ એ થાય કે આ બધી ગિફ્ટનું પીએમ મોદી કરતા શું હશે. જો કે એક વાત એ પણ કહેવી જરૂરી કે પીએમ મોદીને મળતી ગિફ્ટની હરાજી કરવામાં આવે છે. અને હાલ ઇ ઓક્શનની પાંચમી આવૃત્તિ ચાવી રહી છે. દિલ્હીના નેશનલ આર્ટ મ્યુઝિયમમાં તેનુ પ્રદર્શન કરવામાં આવ્યુ છે.

31 ઑક્ટોબર સુધી ચાલશે હરાજી

[[$googlead]]

પીએમ નરેન્દ્ર મોદીને ભારત અને વિદેશમાંથી મળેલી ભેટોની હરાજી ચાલી રહી છે. તેની શરૂઆત 2જી ઓક્ટોબરથી થઈ હતી. જે 31મી ઓક્ટોબરે પૂર્ણ થશે. આ હરાજી ઓનલાઈન થઈ રહી છે. પીએમની ભેટોની ઈ-ઓક્શનની આ પાંચમી આવૃત્તિ છે. આ માટે pmmementos.gov.in નામની વેબસાઇટ બનાવવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલય વડાપ્રધાન મોદીને મળેલી ભેટોની હરાજી કરે છે. જેમાં એક બનારસ ઘાટની પેઇન્ટિંગ છે. ત્યારે ઓક્શનમાં થયેલી આવક ક્યાં જાય છે અને ક્યાં વપરાશે તે વિશે મિનાક્ષી લેખીએ જણાવ્યું.

[[$alsoread]]

દિલ્હીમાં યોજાયુ પ્રદર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી તમામ ભેટોની હરાજી કરીને જે પૈસા આવે છે તે નમામી ગંગે પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવે છે. નમામી ગંગે પ્રોજેક્ટ જૂન 2014માં શરૂ થયો હતો. આ પ્રોજેક્ટ 20 હજાર કરોડ રૂપિયાથી શરૂ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય ગંગા નદીને સ્વસ્થ કરવાનો છે.  સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ભેટોની ઈ-ઓક્શન પર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, "વડાપ્રધાનને મળેલી તમામ ભેટોની હરાજી કરીને મળેલા નાણાંનું રોકાણ નમામી ગંગે પ્રોજેક્ટમાં કરવામાં આવે છે. આ હરાજીથી 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન માધ્યમથી ચલાવવામાં આવશે. વધુને વધુ ખરીદદારોને તેમાં સામેલ કરવા માટે ચલાવવામાં આવી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય હરાજી દ્વારા મહત્તમ રકમ એકત્ર કરવાનો છે.


  • Follow us on: