વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડે શનિવારે વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇલોરાની ગુફાની મુલાકાત લીધી હતી. તેમણે ગુફા નંબર 16માં કૈલાશ ટેમ્પલની મુલાકાત ઉપરાંત દેશના 12 જ્યોતિર્લીંગમાના એક ધ્રુશ્મેશ્વર મહાદેવ મંદિરના પણ દર્શન કર્યા હતાં.


એક અધિકારીએ જણાવ્યું હતું કે વાઇસ પ્રેસિડેન્ટે ખુબ જ રસપૂર્વક ગુફાના શિલ્પ નિહાળ્યા હતાં. તેમણે કૈલાશ ટેમ્પલમાં રામાયણ પેનલ નિહાળી હતી. આ પ્રસંગે અધિકારીઓએ વાઇસ પ્રેસિડેન્ટને ઇલોરા પરની ગાઇડબૂકની ભેટ આપવામાં આવી હતી.


  • Follow us on: