- તેજસ્વી સૂર્યાએ ભૂલથી ઈમરજન્સી દરવાજો ખોલ્યો, માફી પણ માંગીઃ સિંધિયા
- તમામ પ્રકારની તપાસ બાદ જ ફ્લાઇટ ઉડાન ભરી હતીઃ સિંધિયા
- DGCAએ તપાસના આદેશ આપ્યા છે
ઈન્ડિગો વિમાનનો ઈમરજન્સી દરવાજો ખોલવાના મામલે હવે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. આ કેસમાં ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા પર આરોપ લગાવવામાં આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને જ્યારે તેજસ્વી સૂર્ય વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે હકીકતો જોવી જરૂરી છે. જ્યારે ફ્લાઇટ જમીન પર હતી ત્યારે તેમના દ્વારા આકસ્મિક રીતે દરવાજો ખોલવામાં આવ્યો હતો અને તમામ તપાસ બાદ ફ્લાઇટને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે ભૂલ માટે માફી પણ માંગી છે.
ભાજપ નેતા તેજસ્વી સૂર્યાની ઈન્ડિગો ઘટના પર ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આ ઘટના જમીન પર બની હતી. ઘટના બાદ ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાને માહિતી આપવામાં આવી, જેના આધારે તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું. તમામ પ્રકારની તપાસ બાદ જ ફ્લાઇટ ઉડાન ભરી હતી. તેમણે વિલંબ માટે માફી પણ માંગી હતી.










