- SU-30MKIયુદ્ધ વિમાન અને વિશિષ્ટતાથી સજ્જ
- અવની વીર ગાર્જિયન 2023 યુદ્ધ અભ્યાસ માટે જાપાન રવાના થશે
- સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી જાપાનમાં SU-30MKI પર યુદ્ધાભ્યાસ કરશે
દેશમાં પહેલીવાર ભારતીય વાયુ સેનાની મહિલા ફાઇટર પાઇલટ વિદેશમાં હવાઈ યુદ્ધાભ્યાસ માટે ભારતીય દળનો હિસ્સો બનશે. આ સિદ્ધિ સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદીએ હાંસલ કરી છે. આવું પ્રથમવાર બન્યું છે કે કોઈ ભારતીય મહિલા પાઇલટ વિદેશની ભૂમિ પર દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ અગાઉ મહિલા અધિકારીઓ ફ્રાન્સની વાયુ સેના સહિત ભારત આવતી વિદેશી ટુકડીઓ સાથે યુદ્ધાભ્યાસમાં ભાગ લઈ ચૂકી છે. દેશની પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટમાંથી એક સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી ટૂંક સમયમાં જાપાન જવા રવાના થશે. નોંધનીય છે કે અવની એક SU-30MKI પાઇલટ છે. અવની વીર ગાર્જિયન 2023 યુદ્ધ અભ્યાસ માટે જાપાન રવાના થશે. આ અભ્યાસ 16 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી ઓમિટામામાં હયાકુરી એરબેઝ તથા તેની આસપાસના હવાઈ ક્ષેત્રમાં અને જાપાનના સયામામાં ઇરુમા એર બેઝમાં કરવામાં આવશે.
SU-30MKIયુદ્ધ વિમાન અને વિશિષ્ટતાથી સજ્જ










