પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતાઓને એક કડક સંદેશ આપ્યો. તેમણે નેતાઓને તેમના ભાષણમાં સંયમ રાખવા અને બિનજરૂરી અને વિવાદાસ્પદ નિવેદનો ટાળવા કહ્યું હતું. પીએમ મોદીએ સલાહ આપી છે કે ઓપરેશન સિંદૂર પર બિનજરૂરી નિવેદન આપતા બચો.
પીએમ મોદીની નેતાઓને સલાહ













