- એરફોર્સના ગ્રૂપ કેપ્ટન પ્રશાંત નાયર બેકઅપ મિશન પાઇલટ રહેશે
- એક્સિઓમ-4 મિશન બે ભારતીય મુખ્ય અને બેકઅપ મિશન પાઇલટ
- શુક્લા પ્રાઇમરી મિશન પાઇલટ રહેશે જ્યારે પ્રશાંત બાલકૃષ્ણન નાયર બેકઅપ મિશન પાઇલટ હશે
ભારતે ઇન્ડો-યુએસ સ્પેસ મિશન માટે એર ફોર્સના ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાની પોતાના મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદગી કરી છે. શુક્લાને એર ફોર્સમાં તાજેતરમાં જ પ્રમોશન મળ્યું હતું.ઇસરોએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકી સ્પેસ એજન્સી નાસા શુક્લાને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) મોકલશે.
ઇસરોના હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરે તેના આગામી એક્સિઓમ-4 મિશન માટે અમેરિકા સ્થિત એક્સિઓમ સ્પેસ સાથે સ્પેસ ફ્લાઇટ એગ્રીમેન્ટ કર્યો છે, જેમાં બે ભારતીય મુખ્ય અને બેકઅપ મિશન પાઇલટ હશે. શુક્લા પ્રાઇમરી મિશન પાઇલટ રહેશે જ્યારે એર ફોર્સના અન્ય અધિકારી ગ્રૂપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર બેકઅપ મિશન પાઇલટ હશે. તેઓ ગગનયાત્રી તરીકે ઓળખાશે. તેમની ટ્રેનિંગ આ અઠવાડિયે શરૂ થઇ જશે. મિશન દરમિયાન અધિકારીઓ ISS માટે પસંદ થયેલા વિજ્ઞાનીઓ સાથે રિસર્ચ-ટેક્નોલોજીના પ્રયોગો કરશે અને સ્પેસ આઉટરીચ એક્ટિવિટીઝમાં જોડાશે.










