[[$googlead]]
આંધ્રપ્રદેશનું સુપ્રસિદ્ધ તિરુમાલા મંદિરનો ભેળસેળ યુક્ત લાડુનો વિવાદ વકર્યો છે. ભક્તોની આસ્થાને ધક્કો લાગ્યો છે. બીફ અને માછલીના તેલનો ઉપયોગ લાડુ બનાવવા કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.નેશનલ ડેરી ડેવલપમેન્ટના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. ત જેને લઇને ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે સાધુ સંત સમાજમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
સનાતન ધર્મ પર મોટો હુમલો- સત્યેન્દ્ર દાસજી
આ અંગે અયોધ્યા રામ જન્મભૂમિના પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસજીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ સનાતન ધર્મ પર મોટો હુમલો છે. સનાતન ધર્મ પર હુમલો કરવાનું સૌથી મોટુ ષડયંત્ર છે. સરકારે આ બાબતે મોટા પગલા લેવા જોઇએ. દોષિતોને સજા કરવી જોઇએ. આવુ ફરી વાર ન બને તે ખાસ ધ્યાનમાં રાખવુ જોઇએ. કારણ કે બાલાજી પ્રત્યે લોકોમાં ઘણી આસ્થા છે. લોકો પ્રસાદના રૂપે લાડુ લે છે. સરકાર આ બાબતે સંજ્ઞાન લે. આ ષડયંત્ર કોણ કરી રહ્યું છે તે જાણે. જે લોકોએ આ કાર્ય કર્યુ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નહી તો સનાતન ધર્મ પરની આસ્થા ભક્તોની વિચલિત થઇ શકે છે.
તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે જવાબ આપવો પડશે
આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આ ઘટનાના આરોપીઓને છોડવામાં આવશે નહીં. ત્યાર બાદ હવે આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણની પણ પ્રતિક્રિયા સામે આવી છે. પવન કલ્યાણે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના કરવાની માંગ કરી છે. આ મામલે વધુમાં જણાવ્યું કે તિરુપતિ બાલાજીના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી (માછલીનું તેલ, ડુક્કરની ચરબી અને બીફ ફેટ) ભેળવવામાં આવતી હોવાના મુદ્દો ગંભીર છે. આનાથી આપણે બધા પરેશાન છીએ. પવન કલ્યાણે કહ્યું કે તત્કાલીન સરકાર દ્વારા રચવામાં આવેલ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે.
જગન મોહન રેડ્ડી પર લગાવ્યા આરોપ
આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ બુધવારે બેઠકમાં દાવો કર્યો હતો કે અગાઉની વાયએસઆરસીપી એટલે કે જગન મોહન રેડ્ડીની સરકારે શ્રી વેંકટેશ્વર મંદિરને પણ છોડ્યું નહી અને તેઓએ તિરુમાલા લાડુના ઉત્પાદનમાં પશુ ચરબીનો ઉપયોગ કર્યો હતો. જ્યારે YSRCPનું કહેવું છે કે આ આરોપો નિંદનીય છે. ચંદ્રબાબુ નાયડુએ જગન મોહન રેડ્ડી અને અગાઉની સરકાર પર હુમલો કરવા માટે આ ઘૃણાસ્પદ આરોપ લગાવ્યો હોવાનું જણાવ્યું હતું.
"પ્રસાદમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ"
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ચોંકાવનારો દાવો કરીને નવા વિવાદને જન્મ આપ્યો હતો.. તેમણે બુધવારે અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકાર પર તેના કાર્યકાળ દરમિયાન પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે તેઓ એ જાણીને આશ્ચર્યચકિત થયા કે જગન પ્રશાસને તિરુપતિ પ્રસાદમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. તેમને શરમ આવવી જોઈએ જેઓ કરોડો શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીનું સન્માન નથી કરી શક્યા.