• અયોધ્યાને મળવા જઇ રહી છે નવીભેટ
  • લક્ષ્મણ પથ બનાવવા કરાયુ છે આયોજન
  • એક્શન પ્લાન કરવામાં આવી રહ્યો છે તૈયાર
અયોધ્યામાં રામમંદિરનું નિર્માણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ રામલલ્લા બિરાજમાન થશે. જેની દેશભરના લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. એક સમય એવો હતો કે અયોધ્યામાં કર્ફ્યુ લાગતો જ્યારે હવે આંતરરાષ્ટ્રીય ફલક પર અયોધ્યા ચમકી રહ્યું છે. તેવામાં વધુ એક નજરાણુ અયોધ્યામાં ઉમેરાવા જઇ રહ્યું છે.

અયોધ્યાને મળશે ભેટ
રામપથ, ભક્તિપથ, જન્મભૂમિ પથ અને ધર્મપથ બાદ ઉત્તર પ્રદેશની અયોધ્યાને લક્ષ્મણપથની ભેટ મળવા જઈ રહી છે. ભગવાન શ્રી રામના નાના ભાઈ અને શેશાવતાર લક્ષ્મણજીના નામ પર બનાવવામાં આવનાર આ નવા વૈકલ્પિક માર્ગના નિર્માણ માટે સંપૂર્ણ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.

કેવો હશે લક્ષ્મણ પથ ?
ડીએમ નીતિશ કુમારે કહ્યું કે ગુપ્તાર ઘાટથી રાજઘાટ સુધી લક્ષ્મણ પથ બનાવવામાં આવશે, જે લગભગ 9 કિલોમીટરનો હશે, 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ લક્ષ્મણ પથ ફોર લેન હશે. આ રસ્તો ગુપ્તાર ઘાટથી રાજ ઘાટ સુધી બનાવવામાં આવશે, તેને સરયૂના કિનારે બનેલા ડેમ સાથે જોડશે. ડીએમ નીતિશ કુમારે કહ્યું કે લક્ષ્મણ પથને પણ પરિક્રમા પથ સાથે જોડવામાં આવશે, જેથી અયોધ્યા આવનારી ભીડને ડાયવર્ટ કરી શકાય. આ સાથે ત્રણ જોડતી જગ્યાઓ પર 30 એકર જમીન પર પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે જેથી શ્રદ્ધાળુઓ કોઈપણ રીતે અયોધ્યામાં પ્રવેશ કરે તો તેમને તેમના વાહનો પાર્ક કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

તૈયારીઓનો ધમધમાટ
ગુપ્તર ઘાટ, ઉદય પબ્લિક સ્કૂલની સામે અને રાજઘાટ પર પાર્કિંગની જગ્યા બનાવવામાં આવનાર છે. રામલલા 22 જાન્યુઆરીએ તેમના મંદિરમાં બિરાજમાન થશે. આ બધાની વચ્ચે અયોધ્યાની કનેક્ટિવિટી પણ સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. શ્રી રામની નગરીમાં વિવિધ માર્ગો દ્વારા ફોર લેન કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી રહી છે. હવે તેમાં લક્ષ્મણ પથનું નવું નામ ઉમેરવામાં આવનાર છે. અયોધ્યામાં રામ પથનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે, જે નયા ઘાટથી સહદતગંજ સુધીનો 13 કિલોમીટર લાંબો માર્ગ છે. આ સાથે જ જન્મભૂમિ પથ, ભક્તિ પથ અને ધર્મપથનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. હવે આ પછી યોગી સરકારે પણ લક્ષ્મણ પથ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.
  • Follow us on: