અયોધ્યામાં દીપોત્સવનો પર્વ શરૂ થઈ ગયો છે. રામ કી પૈડી પર વધુ એક નવો રેકોર્ડ બન્યો છે. રામ કી પૈડીને 55 ઘાટ પર એક સાથે 25 લાખ દીવા પ્રગટાવીને રોશની કરવામાં આવી છે. સરયૂની બન્ને તરફ હજારો લોકો આ અનોખી ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા છે. દૂર-દૂરથી ભક્તો આ રોશનીનો પર્વ માણી રહ્યા છે. દીપોત્સવની શરૂઆત પહેલા 1100 અર્ચકોએ સરયૂની આરતી કરી હતી. આ દરમિયાન સીએમ યોગી પણ હાજર હતા.
અયોધ્યામાં 500 વર્ષ બાદ દિવાળીની ભવ્ય ઉજવણી
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં 500 વર્ષ પછી આ પહેલીવાર છે જ્યારે અયોધ્યાના લોકો રામલલાની હાજરીમાં દિવાળીની ઉજવણી કરશે. આ વખતે ભગવાન રામના વિ બાદ પ્રથમ વખત 25 લાખ દીવાઓથી રામ કી પૈડી સહિત 55 ઘાટ ઝળહળી ઉઠ્યા છે. એટલું જ નહીં સરયુ નદીના કિનારે 1100 અર્ચકોએ મહા આરતી કરી હતી. આ સમયે હજારો ભક્તો રામ કી પૈરીમાં હાજર છે અને રોશનીનો ઉત્સવ માણી રહ્યા છે.
રામ કી પૈરીમાં ભક્તોની ભીડ
રામ કી પૈરી દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. સરયૂના ઘાટ દીવાઓથી ઝગમગી રહ્યા છે. સરયૂના કિનારે એક પછી એક 25 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા ત્યારે નજારો મંત્રમુગ્ધ કરી દેનારો છે. લોકોએ આ સુંદર ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી અને સોશિયલ મીડિયા પર શેર કરી. લોકો અત્યારે પણ રામ કી પૈરી પર હાજર છે અને લેસર શોની મજા માણી રહ્યા છે.
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું
અયોધ્યામાં આજે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે રેકોર્ડ નોંધાયા છે. સૌપ્રથમ સરયૂના કિનારે 1 હજાર 121 લોકોએ એકસાથે આરતી કરી. જ્યારે 25 લાખ 12 હજાર 585 દીવા પ્રગટાવીને વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ક્ષણના સાક્ષી ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેન્દ્રીય પર્યટન-સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને યોગી સરકારના બન્ને નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ મંત્રીઓ બન્યા હતા.
માત્ર અડધા કલાકમાં 25 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા
આજે અયોધ્યામાં સૂર્યાસ્ત થતાંની સાથે જ રામ કી પૈરી પર ઈલેક્ટ્રીક લાઈટોની ચમકદાર રંગબેરંગી લાઈટો સૌને આકર્ષવા લાગી હતી. આખું અયોધ્યા શહેર ભક્તિમય સંગીતથી ગુંજી રહ્યું હતું. એક દિવસ પહેલા 30 હજાર સ્વયંસેવકોએ રામ કી પૈડી, ચૌધરી ચરણ સિંહ ઘાટ અને ભજન સંધ્યા સંથાલ સહિત અનેક સ્થળોએ 25 લાખ દીવાઓ ગોઠવવાનું કામ પૂર્ણ કર્યું હતું. આજે સાંજે અડધા કલાકમાં 25 લાખ દીવા પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.









