• રામમંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં ઉચકાઇ રહ્યા છે જમીનના ભાવ
  • વહીવટી તંત્ર દ્વારા નવા સર્કલ રેટ કરાશે જાહેર
  • સૂચનો મેળવવા માટેની 4 સપ્ટેમ્બર છે છેલ્લી તારીખ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યાની કાયા પલટાઇ ગઇ છે. ગલીઓ, રોડ રસ્તા,રેલવે, ટ્રેન, એરપોર્ટ અને બીજુ ઘણુ બધું. ત્યારે અયોધ્યામાં દિવસ જાય તેમ જમીનના ભાવમાં તેજીથી વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટે સૂચિત સર્કલ રેટની સૂચિ બહાર પાડીને લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. પ્રસ્તાવિત રેટ ઓગસ્ટ 2017 થી લાગુ થતા પ્રવર્તમાન દરો કરતા 50 ટકા થી 200 ટકા વધારે છે. સૂચનો મેળવવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર છે. ત્યારબાદ રેટ ફાઇનલ કરીને તેને અધિસૂચિત કરવામાં આવશે.

7 વર્ષ બાદ વધારાશે સર્કલ રેટ !!
મહત્વનું છે કે રામ મંદિરના નિર્માણ પછી માત્ર અયોધ્યા જ નહીં તેની આસપાસની જમીનોના ભાવ પણ આસમાને પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અયોધ્યા શહેરના સર્કલ રેટ 7 વર્ષ બાદ વધારવામાં આવશે. અગાઉ 2017માં સુધારો કરવામાં આવ્યો હતો.

બિઝનેસ ટાયકૂન તથા ફિલ્મી હસ્તીઓએ ખરીદી છે જમીન
જ્યારથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે ત્યારથી સમગ્ર દેશ અને દુનિયાની નજર ધાર્મિક નગરી અયોધ્યા પર ટકેલી છે. દરેક વ્યક્તિ અયોધ્યામાં પોતાનું ઘર બનાવવા માંગે છે. કદાચ આ જ કારણ છે કે ભગવાન રામની નગરી અયોધ્યામાં મોટા ઉદ્યોગપતિઓથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો સુધી દરેકે પોતાની જમીન ખરીદી છે. પરંતુ હવે અયોધ્યામાં જમીન ખરીદવી મોંઘી થઈ શકે છે. જમીનના સર્કલ રેટ 7 વર્ષ પછી સુધારવામાં આવશે. અગાઉ 2017માં સુધારો કરવામાં આવ્યો હતો. હવે અયોધ્યાના મુખ્ય સ્થળોના સર્કલ રેટમાં 200% સુધી વધારો થવાની સંભાવના છે. વર્ષ 2022માં રામ મંદિરના અભિષેકના પ્રથમ વર્ષે, સ્થાનિક વહીવટીતંત્રે સર્કલ રેટ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તે વધારી શકાયો ન હતો.

શું હોય છે સર્કલ રેટ ?
સર્કલ રેટ એ કોઈપણ વિસ્તારમાં મિલકતનો લઘુત્તમ દર છે. તેનાથી ઓછી કિંમતે જમીન કે મકાન ખરીદી કે વેચી શકાશે નહીં. સર્કલ રેટ વિસ્તારના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવે છે. જેનો હેતુ કરચોરી અટકાવવાનો છે. સેલ્સ ડીડ પર લખેલી કિંમત સર્કલ રેટ કરતા ઓછી હોય તો પણ સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન વિભાગના સંબંધિત સબ-રજીસ્ટ્રાર પ્રવર્તમાન સર્કલ જેનોરેટ મુજબ સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કરે છે.
  • Follow us on: