- અયોધ્યાને મળવા જઇ રહી છે વિકાસના કાર્યોની ભેટ
- પીએમ મોદીના હસ્તે રેલવે અને એરપોર્ટનું લોકાર્પણ થશે
- અવધ વાસીઓમાં છે આનંદની લાગણી
અયોધ્યામાં રામલલ્લાના બિરાજમાન પહેલા અયોધ્યાવાસીઓને મોટી ભેટ મળવા જઇ રહી છે. પીએમ મોદીના હસ્તે આજે મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ થવાનું છે. ત્યારે સાંસ્કૃતિ કાર્યક્રમો સહિત તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે જોઇએ તૈયારીઓની ઝલક..
1400 કલાકારો દર્શાવશે કળા
પીેમ મોદી એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધી રોડ શો કરવાના છે. એરપોર્ટથી લઇને રેલવે સુધી 40સ્ટેજ તૈયાર કરાયા છે. જેમાં 1400થી વધારે કલાકારો પર્ફોમ કરવાના છે. જેને લઇને કલાકારોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. આ ઉપરાંત 30 લોક કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવાના છે. ધર્મપથ પર 26 મંચ, રામપથ પર 5 મંચ તૈયાર કરાયા છે. પીએમ મોદીનું શંખનાદ અને ડમરુવાદનથી સ્વાગત કરવામાં આવશે. આ સમયે અવધી, વનટાંગિયા અને ફરુવાહી લોકનૃત્યો રજૂ કરાશે.
ભવ્ય સ્વાગત કરાશે
પીએમ મોદી રોડ માર્ગે NH-27, ધરમપથ અને રામપથ પર 15 કિલોમીટર લાંબો રોડ શો કરશે. રોડ શો દરમિયાન, શંખના ફૂંક વચ્ચે ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરવામાં આવશે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુનઃવિકાસિત અયોધ્યા ધામ જંકશન રેલ્વે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-નવી દિલ્હી, અમૃતસર-નવી દિલ્હી, કોઈમ્બતુર-બેંગ્લોર, મેંગલુરુ-મડગાંવ, જાલના-મુંબઈ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ તેમજ અયોધ્યા-દરભંગા અને માલદા ટાઉન વચ્ચે 6 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડશે. બેંગલુરુ વચ્ચે 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.









