- અયોધ્યા રામમંદિરમાં રામનવમીને લઇને ઉત્સાહનો અવસર
- રામનવમીના દિવસે ભગવાનના કપાળે થશે સૂર્ય તિલક
- ભક્તોમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ
અયોધ્યા રામમંદિરમાં આ વર્ષે પહેલીવાર ભગવાન રામ પોતાનો જન્મ દિવસ મંદિરમાં ઉજવશે. આ દરમિયાન પ્રભુ શ્રીરામના કપાળમાં સૂર્ય તિલક થશે. ત્યારે આ અનેરા અવસર પર અયોધ્યાવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
રોશની ઝગમગી ઉઠ્યુ પરિસર
રામનવમી પહેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને પણ સુંદર ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે મંદિરની તસવીરો પણ શેર કરી છે.
સવારે 3.30 કલાકે દર્શન શરૂ
રામ નવમીના દિવસે રામ લલા 19 કલાક ભક્તોને દર્શન આપશે. માત્ર રામ જન્મોત્સવના દિવસ માટે એટલે કે 17મી એપ્રિલે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દર્શનનો સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે. રામ જન્મોત્સવના દિવસે સવારે સાડા ત્રણ વાગ્યાથી રામલલાના દર્શન કરવા માટે ભક્તોની કતારો લાગી જશે. રાત્રે 11 વાગ્યા સુધી ભગવાનનો શણગાર, ભકિત અને દર્શન ચાલુ રહેશે.
5 વાગે શૃંગાર આરતી થશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, શ્રી રામ નવમી મહોત્સવના સમયે અભિષેક, શણગાર અને દર્શન માત્ર બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે મંગળા આરતી પછી સવારે 3:30 વાગ્યાથી કરી શકાશે. રામ લાલાની શ્રૃંગાર આરતી સવારે 5:00 થી શરૂ થશે. શ્રી રામલલાના દર્શન અને તમામ પૂજા વિધિ પહેલાની જેમ જ ચાલુ રહેશે.
દરેક સામાન્ય અને ખાસ ભક્તોને દર્શન માટે સમાન વ્યવસ્થા
આ સિવાય રામનવમી પર ભક્તોએ બીજી ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે. તેમજ ભક્તો 15 એપ્રિલથી 18 એપ્રિલ સુધી ભગવાન રામના VIP દર્શન કરી શકશે નહીં અને આરતી માટે VIP પાસની સુવિધા પણ હશે નહીં. જેથી રામનવમી પર દરેક સામાન્ય અને ખાસ ભક્તોને દર્શન માટે સમાન વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન શ્રીરામલલા આ ચાર દિવસોમાં તમામ ભક્તોને સમાન દર્શન આપશે.
ભક્તોની VIP દર્શનની ઓનલાઈન અરજીઓ રદ કરાઈ
મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે રામનવમી પર રામ મંદિરમાં VIP પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ભક્તોએ અગાઉ 15મી એપ્રિલથી 18મી એપ્રિલ વચ્ચે ઓનલાઈન દર્શનની અરજી કરી હતી. નવી સિસ્ટમ હેઠળ, તે તમામ પાસ રદ કરવામાં આવ્યા છે.
મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવે લોકોને રામ લલ્લાની જન્મજયંતિના અવસર પર મોબાઈલ ફોન સાથે ન લાવવાની અપીલ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે રામજન્મભૂમિ વતી જણાવવામાં આવ્યું છે કે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા રામલલાના દર્શન માટે જારી કરાયેલો અગાઉનો પાસ રદ કરવામાં આવ્યો છે.









