• રાહુલ અને પ્રિયંકા ગાંધી જશે અયોધ્યા ?
  • અયોધ્યા રામમંદિરના મુખ્ય પૂજારીનું નિવેદન
  • કહ્યું, તેમનું સ્વાગત કરવામાં આવશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અયોધ્યા રામમંદિરના દર્શન કરશે તેવી ચર્ચાઓ તેજ બની છે. રાહુલ ગાંધી અમેઠીથી ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા રામમંદિરના દર્શન કરી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે તેવામાં રાહુલ ગાંધી અયોધ્યા ક્યારે આવાના છે તે વિશે મંદિરના મુખ્ય પૂજારીનું શું કહેવુ છે તે વિશે જાણીએ.

શું રાહુલ-પ્રિયંકા જશે અયોધ્યા ?

[[$googlead]]

અટકળો લગાવવામાં આવી રહી છે કે રાહુલ અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી સંસદીય બેઠકો માટે ઉમેદવારી નોંધાવતા પહેલા અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા જઇ શકે છે. જો કે આ અંગે કોઇ સત્તાવાર નિવેદન નથી આવ્યુ પણ અટકળો જ ચાલી રહી છે. જે મામલે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે અગાઉ પણ તેઓએ રામમંદિર આવવાનું કહ્યું હતું, પરંતુ તે આવ્યા ન હતા.

[[$alsoread]]

શું કહે છે રામમંદિરના પૂજારી ?

રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે વધુમાં જણાવ્યું કે તેઓએ અગાઉ પણ જાહેરાત કરી હતી, પરંતુ આવ્યા ન હતા. જો તેઓ અત્યારે આવી રહ્યા છે તો તેમને આવવા દો, તેમનું સ્વાગત કરવામાં આવશે. તો બીજી તરફ આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે મુરાદાબાદમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે મેં સાંભળ્યું છે કે ભાઈ અને બહેન અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે. જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે તેઓ ભગવાન રામના અસ્તિત્વને નકારતા હતા, પરંતુ હવે તેઓ કહી રહ્યા છે કે ભગવાન રામ દરેકના છે.

સ્મૃતિ ઈરાનીએ આકરી ઝાટકણી કાઢી

અમેઠીથી ફરી એક વખત ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અયોધ્યા રામ મંદિરની મુલાકાતના સમાચાર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, રાહુલ ગાંધી રામભક્તોનું અપમાન કરતા હતા. તેઓ હિન્દુઓને માન આપતા નથી. રામ ભક્ત તે છે જે સનાતન ધર્મ સહિત દરેકનો આદર કરે. સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી તમને આકર્ષવા અહીં આવી રહ્યા છે.

અમેઠી-રાયબરેલીમાં ક્યારે થશે ચૂંટણી?

ઉલ્લેખનીય છે કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી સીટ માટેના ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રિયંકાએ અમેઠી-રાયબરેલી બેલ્ટમાં ઘણી ચૂંટણીઓમાં પ્રચાર કર્યો છે પરંતુ ક્યારેય ચૂંટણી લડી નથી. અમેઠીના ભૂતપૂર્વ સાંસદ રાહુલ કેરળના વાયનાડથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં શુક્રવારે મતદાન થયું હતું. સોનિયા ગાંધી 2004થી રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમેઠી અને રાયબરેલીમાં 20મી મેના રોજ મતદાન થશે.


  • Follow us on: