• ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવને રાહત નહી
  • સુપ્રિમ કોર્ટમાં વધુ એકવાર માંગી માફી
  • રામદેવ બોલ્યા, કામના ઉત્સાહમાં આવુ થઇ ગયુ

ભ્રામક જાહેરાત મામલે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બાબા રામદેવ અને બાલકૃષ્ણ ત્રીજી વખત જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેંચ સમક્ષ હાજર થયા હતા.

ફરી એકવાર માંગી માફી

[[$googlead]]

બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- અમે ફરી એકવાર કોર્ટની માફી માંગીએ છીએ. અમને દુઃખ છે. અમે જાહેરમાં માફી માંગવા તૈયાર છીએ. કોર્ટે કહ્યું- અમે બાબા રામદેવને સાંભળવા માંગીએ છીએ.

[[$alsoread]]

શું કહ્યું કોર્ટે ?

મહત્વનું છે કે આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણે ફરી એકવાર માફી માંગી હતી, પરંતુ બેન્ચે કહ્યું હતું કે તમારી પાસેથી જાહેરમાં માફી માંગવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું કે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ એક સપ્તાહની અંદર તેમની ભૂલ સુધારવા માટે પગલાં ભરવા જોઈએ.જસ્ટિસ કોહલીએ કહ્યું કે બાબા રામદેવે યોગ માટે ઘણું કર્યું છે. તમારું સન્માન છે, પરંતુ તમે જે નિવેદનો આપ્યા છે. તમને શું લાગતું હતું કે તમે પ્રેસ કોન્ફરન્સ અને પ્રચાર કરીને શું કરશો? આપણી સંસ્કૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે. . લોકો માત્ર એલોપેથી જ નહીં પરંતુ ઘરગથ્થુ ઉપચારનો પણ ઉપયોગ કરી રહ્યા છે. દાદીમાના ઉપાયો પણ કરી રહ્યા છે. તમે તમારી પદ્ધતિ માટે બીજાને કેમ ખરાબ કહી રહ્યા છો?

બાબા રામદેવે શું કહ્યું ?

આ અંગે બાબા રામદેવે કહ્યું કે અમારો કોઈને ખરાબ કહેવાનો ઈરાદો ન હોતો. પતંજલિએ સંશોધન આધારિત પુરાવા માટે આયુર્વેદને તથ્યો સુધી લાવવાના પ્રયાસો કર્યા છે. હવે આગળથી હું ધ્યાન રાખીશું. કામના ઉત્સાહમાં આવુ થઇ ગયુ હવે આગળ આવું નહી થાય.


  • Follow us on: